Site icon

Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો..

Tragic Accident : થાણે જિલ્લાના મુંબ્રા ખાતે પાંચ માળની ઈમારતમાંથી એક કૂતરો ત્રણ વર્ષની બાળકી પર પડ્યો હતો. સારવાર દરમિયાન બાળકી નું મોત નીપજ્યું હતું. બાળકી તેની માતા સાથે રસ્તા પરથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક બિલ્ડિંગ પરથી એક કૂતરો તેના પર પડયો. આ ઘટનામાં એક કૂતરો પણ ઘાયલ થયો છે.

Three-year-old girl walking with her mother dies after dog falls on her in mumbra

Three-year-old girl walking with her mother dies after dog falls on her in mumbra

News Continuous Bureau | Mumbai

Tragic Accident : થાણે જિલ્લાના મુંબ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાંચમા માળેથી કૂતરો પડી જતાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવી વિચિત્ર ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

Join Our WhatsApp Community

Tragic Accident : જુઓ વિડીયો 

Tragic Accident :  એક કૂતરો નાની બાળકી પર પડ્યો

મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. મુંબ્રામાં ભરબપોરે એક 3 વર્ષની બાળકી તેની માતા સાથે રસ્તા પરથી ચાલી રહી હતી. દરમિયાન અહીં સ્થિત એક બિલ્ડીંગના 5મા માળેથી એક કૂતરો અચાનક નીચે પડી ગયો હતો અને નાની બાળકી પર પડ્યો હતો. આ ઘટનામાં બાળકી સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી. આ કારણે તેની માતા તરત જ બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ. જ્યાં ડોક્ટરે  બાળકીને મૃત ઘોષિત કરી..

 Tragic Accident : કૂતરો પણ ઘાયલ થયો

દરમિયાન ઘટનાને પગલે કૂતરો પણ નીચે પડી જતાં થોડીવાર માટે બેભાન થઈ ગયો હતો. પરંતુ થોડા સમય બાદ કૂતરો સ્થળ પરથી ઊઠી ગયો હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. કૂતરો પણ ઘાયલ થયો હતો અને તેને પ્રાણીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version