Site icon News Continuous Bureau | Mumbai

સંભાળજો! મહારાષ્ટ્રના આ શહેરમાં 3 વર્ષના બાળકને ઓમીક્રોનનો ચેપ લાગ્યોઃ રાજયમાં કુલ આટલા કેસ નોંધાયા. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શનિવાર.

એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે ત્યારે દિવસેને દિવસે ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં હવે પીંપરી-ચિંચવડમાં એક સાડા ત્રણ વર્ષના બાળકને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવતા સરકારની ચિંતા વધી ગઈ છે. રાજયમાં અત્યાર સુધી ઓમીક્રોનના સાડા ત્રણ વર્ષના બાળક સહિત કુલ 17 કેસ થઈ ગયા છે.

રાજયમાં શુક્રવારે કોરોનાના 695 કેસ નોધાયા હતા. તેમાંથી મુંબઈમાં ઓમીક્રોનના ત્રણ કેસ હતા. તો પિંપરી-ચિંચવડમાં ચાર કેસ મળીને રાજયમાં શુક્રવારે કુલ સાત  નવા કેસ ઓમીક્રોનના નોંધાયા હતા. મુંબઈમાં નોંધાયેલા ત્રણ કેસમાં પ્રવાસી ટાન્ઝાનિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રીકના નૈરોબીથી આવેલા હતા. તેમની ઉંમર અનુક્રમે 48,25 અને 37 છે.

જયારે પિંપરી ચિંચવડમાં ચાર કે નોંધાયા હતા, જેમાં એક નાઈજિરિયન મહિલાના સંપર્કમાં આવ્યા બાદ ત્રણ લોકોને ચેપ લાગ્યો હતો. તમામ લોકોમાં સૌમ્ય લક્ષણો છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામા આવ્યા છે.

ઓમીક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત, આ તારીખ સુધી અમલમાં રહેશે; જાણો વિગતે 

શુક્રવારે ઓમીક્રોનના સાત કેસ નોંધાયા હતા, તેમાંથી ચાર લોકો વેક્સિનના બંને ડોઝ લીધા હતા. તો એક દર્દીએ વેક્સિનનો સિંગલ ડોઝ લીધો હતો. તો એક દર્દીએ હજી સુધી વેક્સિન લીધી નથી. તો સાડા ત્રણ વર્ષનો બાળક વેક્સિન માટે એલીજીબલ નથી. સાતમાંથી ચારમા કોરોનાના કોઈ લક્ષણો નથી. તો 3 દર્દીમાં સૌમ્ય લક્ષણો છે. 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version