Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં શિવસેના-કૉન્ગ્રેસનું લાંબું ચાલશે? મોદી સરકારે ખેલ-રત્નનું નામ બદલ્યું તો હવે મહારાષ્ટ્ર સરકાર આપશે રાજીવ ગાંધીના નામે ઍવૉર્ડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગમાં પ્રોત્સાહન આપવા માટે ઍવૉર્ડ આપવાની જાહેરાત રાજ્યના ઇન્ફોર્મેશન ઍન્ડ ટેક્નોલૉજીના પ્રધાન સતેજ પાટીલે કરી છે. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાતને પગલે મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસ વચ્ચેની આઘાડી આગામી દિવસમાં વધુ મજબૂત થવાની દિશામાં હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારના પ્રધાન સતેજ પાટીલે કહ્યું હતું કે આઇટી સેક્ટરમાં લોકોને પ્રોત્સાહન આપવા આ ઍવૉર્ડ આપવામાં આવવાનો છે. રાજીવ ગાંધીએ દેશમાં ટેક્નોલૉજી ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એથી તેમના સ્મરણમાં આ 20 ઑગસ્ટના આ ઍવૉર્ડ અપાશે.

શું મહારાષ્ટ્ર સરકારની બેદરકારીની કિંમત હોશિયાર વિદ્યાર્થીઓએ ચૂકવવી પડશે? અગિયારમા ધોરણના પ્રવેશથી વંચિત રહી જશે વિદ્યાર્થીઓ? જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશના સૌથી ઉચ્ચ ગણાતા રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન કરી  નાખ્યું છે. નામ બદલવાને લઈને કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષ તૂટી પડ્યો છે. શિવસેનાએ પણ કેન્દ્રના આ પગલાની ભારે ટીકા કરી હતી. હવે મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામે ઍવૉર્ડ આપવાની જાહેરાત કરી છે. એથી મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસનું  જોડાણ લાંબું ચાલે એવું ચર્ચાઈ રહ્યું છે.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version