Site icon

શું તમને ખબર છે કચ્છના પાટનગર એટલે ભુજનો જન્મ ૪૭૪ પહેલા થયો હતો? હાલમાં જ ઉજવાયો જન્મદિવસ; વાંચો રસપ્રદ વિગતો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભુજની સ્થાપનાને લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે. ભુજવાસીમાં ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચૂક્યા છે. જેમાં ૨૦૦૧ માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, હવે ભુજ ક્યારે પણ બેઠું નહિ થાય. પણ આજે ૨૦૦૧ ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે. ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતી, ત્યાં પૂજા કરવામાં આવે છે. આઝાદી પહેલા આ વિધિ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી. ભુજની સ્થાપના સવંત ૧૬૦૫ માં માગશર સુદ પાંચમના દિવસે થઈ હતી. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે. તો રાજવી પરિવારે પણ ખીલી પૂજનમાં ભાગ લીધો હતો. રાજવી પરિવારના અગ્રણી ઇન્દ્રસિંહ જાડેજાએ ભુજના સ્થાપના દિનની વધામણી સાથે હવે ભુજને મહાનગરપાલિકા મળે એવી માંગ પણ કરી હતી. કચ્છનું પાટનગર એટલે ભુજ. લાખો કચ્છીઓના મનમાં ભુજ ના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે ૪૭૪ મો જન્મદિવસ છે, ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત ૧૬૦૫ માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે.  અગાઉ ભુજ માત્ર ૫ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું, જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે અને ૪૭૪ માં જન્મદિવસના ૫૬ ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે. ત્યારે ભુજના જન્મદિવસે આ પાટનગરને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે.  રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. આજે શહેરને ૪૭૪ વર્ષ પૂરા થયા છે. ભુજ પર અત્યાર સુધી ૧૮ રાજવીઓએ રાજ કર્યું હતું. ૧૯૪૮ માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગરપાલિકા નિયુક્ત થાય તેવી લાગણી દર્શાવી છે. અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર વિકાસ થઈ રહ્યો છે. ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંક્તિ થઈ ગયું છે.

હેં! મુંબઈ મેટ્રોને કારણે મુંબઈ મહાનગરપાલિકા પર કોવિડનો ખર્ચો વધી ગયો. જાણો વિગત

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version