Site icon News Continuous Bureau | Mumbai

Digital Crop Survey Gujarat: ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ, ૧૮,૪૬૪ ગામોના આટલા કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો કરાશે સર્વે..

Digital Crop Survey Gujarat: ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજ તા. ૧૫ ડિસેમ્બરથી શુભારંભ. આગામી ૪૫ દિવસ દરમિયાન રાજ્યના ૧૮,૪૬૪ ગામોના આશરે એક કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે

Today is the date of digital crop survey of Rabi season in Gujarat. Starting from 15 December

Today is the date of digital crop survey of Rabi season in Gujarat. Starting from 15 December

News Continuous Bureau | Mumbai

Digital Crop Survey Gujarat:  ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ ૨૦૨૪-૨૫ સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. ૨૫ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.  

Join Our WhatsApp Channel

હવે રવિ સીઝન ( Rabi season ) શરૂ થતા રાજ્યના ૩૩ જિલ્લાના તમામ ખેતર માટે રવિ ૨૦૨૪-૨૫ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. ૧૫મી ડિસેમ્બરથી રાજ્યભરમાં ૪૫ દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮,૪૬૪ ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે. 

આ સમાચાર પણ વાંચો :  BIS Ahmedabad: BIS અમદાવાદે ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો સાથે કર્યું માનક સંવાદનું આયોજન, આ ક્ષેત્રમાં ભારતીય માનક બ્યુરોની વિવિધ પહેલ વિશે અપાઈ માહિતી.

આ ડિજિટલ ક્રોપ સર્વેના ( Digital Crop Survey Gujarat ) લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં ૧૦૦ % પાણીપત્રક નમૂના નં. ૧૨ માં નોંધણી થશે. જેથી નમૂના નં. ૧૨ માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version