ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર પાર્ટી વિરુદ્ધ પોતાનુ મંતવ્ય આપીને ફસાઇ ગયા છે
સાંસદ શશિ થરુરને કેપીસીસીના અધ્યક્ષ સુધાકરને ચેતવણી આપી છે કે જો શશિ થરુર પાર્ટીના નિર્ણયો વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રાખશે તો તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવશે.
શશિ થરુર પાસે તેમના નિવેદન પર સફાઈ પણ માંગવામાં આવી છે કે જે તેમણે રવિવારે કન્નૂરમાં આપ્યુ હતુ.
હાલમાં જ શશિ થરુરે કે-રેલ(સિલ્વર લાઈન) વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રાખ્યુ હતુ ત્યારબાદ સુધાકરને સ્પષ્ટ રીતે થરુરે ચેતવણી આપી છે.
