Site icon

બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના આ 10 ખેલાડીને પંજાબ સરકાર આટલા કરોડ રૂપિયા, સરકારી નોકરી આપશે ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને  ઈતિહાસ રચી દીધો છે.  

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પંજાબ સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડનારા પંજાબના 10 ખેલાડીને એક-એક કરોડ રૂપિયા રોકડા અને સરકારી નોકરી મળશે.

ભારતની હોકી ટીમમાંથી કેપ્ટન મનપ્રિત સિંહ સહિત 10 ખેલાડી પંજાબના છે. 

આ ખેલાડીઓમાં દિલપ્રિત સિંહ, રૂપિન્દર સિંહ, હાર્દિક સિંહ, ગુર્જન્ત સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ અને વરૂણ કુમારનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પંજાબના રમતગમત પ્રધાન રાણા ગરુમિત સિંહ સોઢીએ જાહેરાત કરી હતી કે, ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને દોઢ-દોઢ કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે જ્યારે ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને એક-એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે. પંજાબ સરકાર હવે આ યોજનાનો અમલ ઝડપથી કરશે એવી આશા છે.

મુંબઈમાં કોરોનાના નિયમો હળવા થતા નવા દર્દીની સંખ્યામાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ  આવ્યા સામે; જાણો આજના નવા આંકડા

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version