ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
ભુજ તાલુકાના ભીરંડીયારા પાસે આકાર પામી રહેલા ટોલ ટેક્સની કામગીરી હવે પૂર્ણતા ભણી પહોંચી છે. જેને લઈ આગામી સમયમાં અહીંથી ખાવડા તરફ આવાગમન કરતા વાહન ધારકોને ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સાથે જ આગામી રણોત્સવમાં આવનાર પ્રવાસીઓના વાહનોને પણ સફેદ રણ સિવાયનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જાે કે હજુ સુધી ક્યાં વાહન પાસે કેટલો ઋણ લેવામાં આવશે તે દર્શાવાયું નથી. પરંતુ નેશનલ હાઇવે ૩૪૧ પર પસાર થતા જીપ, બસ અને ભારે વાહનો પાસેથી ટેક્સ લેવાના સાઈન બોર્ડ લાગી ગયા છે. હાલ કચ્છમાં પાંચ સ્થળે ટોલ પ્લાઝા આવેલા છે જેમાં એકનો વધારો થવા જઈ રહ્યો છે.