Site icon

કેરળમાં ‘ટોમેટો ફ્લૂ’એ મચાવ્યો આતંક, અત્યાર સુધી આટલા બાળકો આવ્યા તેની ચપેટમાં. તંત્ર થયું દોડતું.. તાબડતોબ લીધા આ પગલાં  

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ભારતના(South india) કેરળમાં કોરોના(Covid19) બાદ હવે  'ટોમેટો ફ્લૂ'નો(TomatoFlu) નવો ખતરો મંડરાયો છે. અત્યાર સુધીમાં 80થી વધુ બાળકો એની ઝપેટમાં આવી ગયાં છે. નાનાં બાળકો(Childrens) આનો સૌથી વધુ શિકાર બની રહ્યાં છે. આરોગ્ય અધિકારીઓએ(Health officers) એવી ચેતવણી આપી છે કે જો એને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો એનું સંક્રમણ આગામી દિવસોમાં વધુ ફેલાઈ શકે છે.

Join Our WhatsApp Community

ટોમેટો ફ્લૂને લઈને જોકે તબીબોમાં હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે કે વાઇરલ તાવ, ચિકનગુનિયા(Chikungunya) કે ડેન્ગ્યુની(Dengue) આડઅસર તો નથી. આ રોગ માત્ર કેરળના(Kerala) કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે.

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ કેરળનાં પડોશી રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ માટે કોઈમ્બતુરમાં મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. કેરળ આવતા લોકોનું તામિલનાડુ-કેરળ સરહદ પર વાલાયર ખાતે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં તપાસ અને સારવાર માટે 24 સભ્યની ટીમ બનાવવામાં આવી છે. એ રાજ્યની આંગણવાડીઓમાં જશે અને પાંચ વર્ષથી નીચેનાં બાળકોની તપાસ કરશે. 

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રના આ જિલ્લામાં પ્રવેશદ્વારના નામકરણને લઈને બે જૂથો વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો; 5 પોલીસકર્મીઓ ઘાયલ

મળેલ માહિતી મુજબ ટોમેટો ફ્લૂ એક પ્રકારનો તાવ છે. એ કેરળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળ્યો છે. એનાથી સંક્રમિત બાળકોના શરીર પર લાલ ફોલ્લીઓ થઈ જાય છે. તેથી એને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. એનાં મુખ્ય લક્ષણો લાલ ચકામાં અને ફોલ્લીઓ છે, જેને કારણે દર્દીને સ્કિન ઈન્ફેક્શન(Skin infection) અને અપચો પણ થઈ શકે છે. ચેપગ્રસ્ત બાળકોમાં ભારે તાવ, શરીરમાં દુખાવો, સાંધામાં સોજો, થાક, પેટમાં દુખાવો, ઊલટી, ઝાડા, હાથ, ઘૂંટણનો રંગ બદલાવો, ઉધરસ, છીંક અને વહેતું નાક જેવાં લક્ષણો જોવા મળ્યા છે.

આરોગ્ય નિષ્ણાતોના કહેવા મુજબ જો કોઈ બાળકમાં ટોમેટો ફ્લૂના કોઈ લક્ષણો જણાય છે, તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી. ચેપગ્રસ્ત બાળકને ફોલ્લીઓ થાય છે એને ખંજવાળે નહીં તે ધ્યાન રાખવું. આ સાથે સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવી અને સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની અને યોગ્ય આરામ કરવાની ડોકટરો સલાહ આપી રહ્યાં છે.
 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version