Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના વધતા ખતરા ગુજરાત એલર્ટ! આ પર્યટક સ્થળ પર જતાં પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર

કેવડિયામાં તથા આસપાસના વિસ્તારોમાં આવેલી તમામ હોટલો, ટેન્ટ સિટી હાઉસફૂલ જોવા મળ્યાં હતાં. સોમવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મેઇટેનન્સ માટે બંધ રહે છે ત્યારે મંગળવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતાં તમામ પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત બનાવી દીધું છે. થર્ટી ફર્સ્ટના રોજ પ્રવાસીઓની સંખ્યા વધી શકે તેમ હોવાથી સાવચેતી રાખવી જરૂરી બની છે.

Tourists will have to wear covid mask while visiting statue of unity

કોરોનાના વધતા ખતરા ગુજરાત એલર્ટ! આ પર્યટક સ્થળ પર જતાં પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર

News Continuous Bureau | Mumbai

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવારની રજાઓમાં દેશભરમાંથી 1 લાખ સહેલાણીઓ ઉમટી પડયાં હતાં. કેવડિયામાં તથા આસપાસના વિસ્તારોમાં આવેલી તમામ હોટલો, ટેન્ટ સિટી હાઉસફૂલ જોવા મળ્યાં હતાં. સોમવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મેઇટેનન્સ માટે બંધ રહે છે ત્યારે મંગળવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતાં તમામ પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત બનાવી દીધું છે. થર્ટી ફર્સ્ટના રોજ પ્રવાસીઓની સંખ્યા વધી શકે તેમ હોવાથી સાવચેતી રાખવી જરૂરી બની છે. 31મી તારીખ સુધીની ટિકિટો બુક થઇ છે. રવિવારે ધસારાને કારણે પ્રવાસીઓ માટે વધુ 10 ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના સરેરાશ 40 થી 50 હજાર પ્રવાસીઓ આવતાં હોય છે. કોરોનાનો નવો વેરિયન્ટ ફરી માથું ઉંચકી રહયો હોવાના કારણે ભારત સરકાર સતર્ક બની છે. ભીડભાડવાળા સ્થળોએ માસ્ક ફરજિયાત કરાયું છે. મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં દરેક પ્રવાસી માટે માસ્ક ફરજિયાત ક૨વામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: કોરોના દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ હવે ફરજિયાત . . . .

વધારાની 30 એસટી બસો મૂકવામાં આવી રજાઓમાં પ્રવાસીઓમાં વધારો થતા એસટી વિભાગે વધુ ૩૦ બસ મૂકી છે.

Rahul Priyanka Detained જંતરમંતર પર રાજકીય ઘમાસાણ કૂચ દરમિયાન આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Exit mobile version