Site icon

ઘોડબંદર રોડ આખો જામ- કલાકોનો ટ્રાફીક છે- લોકો પરેશાન- આ છે કારણ

News Continuous Bureau | Mumbai 

મુંબઈ, થાણેનો સૌથી વ્યસ્ત ગણાતા ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક થયો છે અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક માં અટવાયેલા હોવાની ફરિયાદનો મારો સોશિયલ પ્લેટફોર્મ ટ્વીટર પર થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

મુંબઈ, થાણે સહિતના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મોટાભાગના રસ્તા પર ખાડાઓ પડી ગયા છે. તેથી વાહનચાલકોને ભારે હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે અને ઘોડબંદર રોડ પરના ટ્રાફિકને પણ તેની અસર થઈ છે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-હવે આગાહી વાંચીને પછી બીચ પર જજો કારણકે મુંબઈના બીચ પર આ સમય પત્રક સિવાય એન્ટ્રી નહીં મળે

મુંબઈ-થાણેનો સૌથી વ્યસ્ત અને મુંબઈ-અમદાવાદ હાઈવેને કનેક્ટેડ ગણાતા ઘોડબંદર રોડની હાલત  ખરાબ છે. ઘોડબંદરના ફાઉન્ટન હોટલ પાસે સર્વિસ રોડ પર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. તેને કારણે અહીં ભારે  ટ્રાફિક જામ થયેલો છે. 

આ હોટલ પાસે ઘોડબંદર રોડ મુંબઈ-અમદાવાદ હાઈવેને જોડે છે. તેથી અહીં ગુજરાત જતા અને આવતા વાહનો મોટી સંખ્યામાં હોય છે. તેથી સર્વિસ રોડ પરના ખાડાને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. સ્થાનિક રહેવાસીઓ અને રોજ આ રસ્તાનો ઉપયોગ કરનારા લોકોએ ટ્વીટર પર ઢગલાબંધ ફરિયાદો પણ કરી છે. જોકે સ્થાનિક પ્રશાસન તરફથી હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version