Train Accident: કંચનજંગા એક્સપ્રેસ પાછળ ઘૂસી માલગાડી, કોચનો કચ્ચરઘાણ, એકની ઉપર ડબ્બા; જુઓ દુર્ઘટનાની ડરામણી તસવીરો..

Train Accident: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી નજીક સોમવારે સવારે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી. ઘટના બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF અને રેલવેના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય 15 એમ્બ્યુલન્સ અને મેડિકલ સામાન પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો છે. આ ઘટના સોમવારે સવારે લગભગ 8.45 વાગ્યે બની હતી.

Train Accident: 15 including loco pilot dead in collision; PM announces compensation for victims

  News Continuous Bureau | Mumbai  

Train Accident: 15 including loco pilot dead in collision; PM announces compensation for victims

Join Our WhatsApp Community

Train Accident: પ.બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રેનના  ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. કંચનજંગા એક્સપ્રેસ અગરતલા (ત્રિપુરા) થી ચાલે છે અને સિયાલદહ (પશ્ચિમ બંગાળ) જાય છે.

કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી ત્યારે ન્યૂ જલપાઈગુડીમાં પાછળથી આવતી માલગાડી તેની સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 

 

ઘટનાના સમાચાર મળતા જ રેલવે મંત્રાલય એલર્ટ મોડ પર છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે. દુર્ઘટના સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં જોવા મળે છે કે બોગી એકની ઉપર ચઢી ગઈ છે.

 

PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “જેઓએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે.  

 

બીજી તરફ આ અકસ્માતને લઈને પીએમની એક્સ પોસ્ટ બાદ પીએમઓ દ્વારા પણ એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં આ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેસીયા રકમ આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Exit mobile version