Site icon News Continuous Bureau | Mumbai

Transparency in charities: ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા ગુજરાત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Transparency in charities: ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે

Transparency in charities Important decision of Gujarat state government to increase transparency in the functioning of charity system

Transparency in charities Important decision of Gujarat state government to increase transparency in the functioning of charity system

News Continuous Bureau | Mumbai 

Transparency in charities:  ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.

Join Our WhatsApp Channel

વધું વિગતો આપતા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. 

આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત ચેરીટીતંત્રના અધિકારીઓને પોતાના હુકમમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનું અચૂકપણે પાલન કરવાની સૂચના પણ અપાઇ છે.

આ સમાચાર પણ વાંચો: CM Yogi: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ‘કુંભવાણી’ અને ‘કુંભ મંગલ ધ્વનિ’ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો

 

Transparency in charities:  વધું વિગતો આપતા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. 

આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત ચેરીટીતંત્રના અધિકારીઓને પોતાના હુકમમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનું અચૂકપણે પાલન કરવાની સૂચના પણ અપાઇ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Tinder Honeytrap Case ટિન્ડર ડેટિંગ પડી ભારે, હરિયાણાના જજને હનીટ્રેપ માં ફસાવી પડાવ્યા ૫૨ લાખ રૂપિયા
Praneet More FIR કોમેડિયન પ્રણિત મોરે પર કાનૂની સિકંજો ‘૩૭૦ બિરયાની’ શો બદલ નોંધાઈ FIR, અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો મોટો આક્ષેપ
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Exit mobile version