ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ગાંધીજી પર વાંધાજનક નિવેદન આપનાર કાલીચરણ દાસ મહારાજની મુશ્કેલીઓ વધતી જય રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ છત્તીસગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ હવે તેમના પર દેશદ્રોહનો કેસ નોંધયો છે.
છત્તીસગઢ પોલીસે તેમની પર સમાજમાં પોતાના નિવેદનોથી વૈમનસ્ય ફેલાવવાની સાથે સાથે દેશદ્રોહની કલમ પણ લગાડી દીધી છે.
આજે વહેલી સવારે છત્તીસગઢ પોલીસે મધ્યપ્રદેશમાં જઈને કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી અને તેના પર મધ્યપ્રદેશ સરકારે વિરોધ પણ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાલીચરણ મહારાજે રાયપુરમાં યોજાયેલી એક સભામાં કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે ગાધીજીની હત્યા કરીને યોગ્ય પગલુ ભર્યુ હતુ. ઈસ્લામનો હેતુ રાજનીતિના માધ્યમથી દેશ પર કબ્જો જમાવવાનો છે. 1947માં આપણી આંખો સામે આવુ બન્યુ હતુ.
