Site icon News Continuous Bureau | Mumbai

Tribal Youth Exchange: નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજાયો આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમ, વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા

Tribal Youth Exchange: ૧૬મા આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમનું સમાપન: સાંસ્કૃતિક સ્પર્ધામાં ઝારખંડ પશ્ચિમ સિંહભૂમ વિજેતા

Tribal Youth Exchange Tribal Youth Exchange Program organized by Nehru Yuva Kendra-Surat,

Tribal Youth Exchange Tribal Youth Exchange Program organized by Nehru Yuva Kendra-Surat,

News Continuous Bureau | Mumbai

Tribal Youth Exchange:  નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી આદિવાસી યુવાનોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડવા, સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવા અને ગુજરાતના વિકાસની પ્રેરણાત્મક ઝાંખી અન્ય રાજ્યોના આદિજાતિ યુવાનો કરે એવા આશયથી સુરતમાં આયોજિત ૧૬મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું હતું. 

Join Our WhatsApp Channel

ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૦૦ આદિવાસી યુવાનોએ સુરતની સ્થાનિક રહેણીકરણી, ઔદ્યોગિક વિકાસ, ગુજરાતની સંસ્કૃતિ, વિકાસ અને આતિથ્યની અનુભૂતિ કરી હતી. અંતિમ દિવસે સાંસ્કૃતિક સ્પર્ધામાં ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ ટીમે પ્રથમ સ્થાન મેળવી રૂ.૧૦,૦૦૦ ની ઇનામી રાશિ જીતી હતી. છત્તીસગઢના નારાયણપુર ટીમે દ્વિતીય સ્થાન મેળવી રૂ.૫,૦૦૦ જ્યારે છત્તીસગઢના બસ્તર ટીમ તૃતીય સ્થાને રહેતા રૂ.૩,૦૦૦ નો પુરસ્કાર એનાયત કરાયા હતા.

આ સમાચાર પણ વાંચો:  Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી

જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનમાં સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં ચેમ્બર ઑફ કોમર્સના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાલાએ ઉપસ્થિત રહી જણાવ્યું કે, યુવા વિનિમય કાર્યક્રમ યુવાનો માટે એક ઉત્તમ તક છે, જેનાથી વિવિધ સંસ્કૃતિઓને સમજવા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરવા માટે યુવાનો પ્રેરાય છે.  કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય, સંગીત, નાટક અને હસ્તકલાનું પ્રદર્શન કરાયું હતું. વિજેતા તેમજ તમામ ભાગ લેનાર યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version