પ.બંગાળની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા બેનરજીને વધુ એક ઝટકો લાગ્યો છે.
ટીએમસીના સાંસદ દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન પોતાનું રાજીનામું આપી દીધુ છે
રાજીનામાની ઘોષણા કરતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, ખરેખર તો આપણે જન્મભૂમિ માટે છીએ અને રાજ્યમાં થઈ રહેલી હિંસા મારાથી જોઇ શકાતી નથી. પરંતુ આપણે કરીએ પણ શું, એક પક્ષમાં છીએ તો સીમિત છીએ
હવે મને ગભરામણ જેવું લાગી રહ્યું છે. આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દો અને બંગાળની જનતાની વચ્ચે જઇ રહો
માનવામાં આવે છે કે દિનેશ ત્રિવેદી હવે ભાજપમાં જોડાઇ શકે છે.
