ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
સવારે 10 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલા શરૂઆતના વલણ મુજબ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમત તરફ આગળ વધી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી 150 સીટો પર આગળ છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટી 116 સીટો પર આગળ છે. ડાબેરીઓ માત્ર ત્રણ સીટો પર અટકી ગયા છે. જ્યારે કે અન્ય દળોના ભાગે 3 સીટો જઈ રહી હોય તેવું લાગે છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં કુલ ૨૯૨ સીટો છે. બહુમત માટે ૧૪૬ સીટ ની જરૂર છે.
મત ગણતરી મોડી બપોર સુધી ચાલે તેમ લાગે છે.