ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં પ્રત્યેક બેઠક પર આશરે 27 રાઉન્ડની મત ગણતરી હતી. જેમાંથી બપોરે ૩ વાગ્યા સુધી આશરે ૧૫ રાઉન્ડ ની મતગણતરી પતી ચૂકી છે. પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 200થી વધુ સીટો હાંસલ કરી રહી છે.
ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. માત્ર ત્રણ સીટ જીતનાર ભાજપ અહીં 85 સીટો પર આગળ ચાલી રહી છે. આ ઉપરાંત કુલ મળીને 90 સીટો આવી છે જે ત્રણ હજારના અંતર પર જીત અને હાર બંને તરફ વળી રહી છે.
કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી અહીંયા ખાતું પણ ખોલાવી શકી નથી.
આમ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ જીતની હેટ્રીક લગાવી છે.
