Site icon

સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો જારી! હવે બે ટ્રક એકબીજા સાથે અથડાયા, એકનું મોત

truck accident on samruddhi expressway, one dead

સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો જારી! હવે બે ટ્રક એકબીજા સાથે અથડાયા, એકનું મોત

News Continuous Bureau | Mumbai

સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે અને છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જાયો છે. જીલ્લાના હરસુલ અને માલીવાડા વચ્ચે એક ટ્રક પાછળથી આવતી અન્ય ટ્રક સાથે અથડાતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક સમૃદ્ધિ હાઈવે પરથી ડુંગળી લઈને જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.

Join Our WhatsApp Community

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવી પડી હતી. અકસ્માતમાં બંને ટ્રકોએ હાઇવેની બાજુમાં બેરીકેટ તોડી નાખ્યા હતા. દરમિયાન આ માહિતી મળતાં પોલીસ અને સમૃદ્ધિ હાઈવે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  સાવચેત રહેજો.. દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ.. જાણો શું છે લક્ષણો

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, છત્રપતિ સંભાજીનગર જિલ્લાના એક પરિવારને બુલઢાણા ખાતે સમૃદ્ધિ હાઇવે પર ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પરિવાર છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી શેગાંવ જવા રવાના થયો હતો. દરમિયાન તેમની કારને બુલઢાણા જિલ્લાના મહેકર નજીકના સેવની પીસા ગામ નજીક નાગપુર કોરિડોર પાસે સમૃદ્ધિ હાઇવે પર અકસ્માત નડ્યો હતો.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version