Site icon

Truck Driver Strike: ટ્રક ડ્રાઈવરોની હડતાળથી બજારમાં જીવન જરુરી ચીજ વસ્તુઓના પુરવઠા પર થઈ અસર.. શાકભાજીના ભાવમાં થયો વધારો..

Truck Driver Strike: દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા હોવાને કારણે તેની સીધી અસર શાક માર્કેટ, તેમજ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે.

Truck Driver Strike The truck drivers' strike has affected the supply of essential commodities in the market.. Vegetable prices have increased..

Truck Driver Strike The truck drivers' strike has affected the supply of essential commodities in the market.. Vegetable prices have increased..

News Continuous Bureau | Mumbai 

Truck Driver Strike: કેન્દ્ર સરકાર ( Central Govt ) દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના ( hit and run law ) વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો ( Truck drivers ) હડતાળ ( strike ) પર ઉતર્યા હતા. જેનો આજે બીજો દિવસ છે. ટ્રક ડ્રાઈવરોની આ હડતાળની અસર નવી મુંબઈના APMC શાક માર્કેટ ( APMC Vegetable Market ) પર પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એપીએમસી માર્કેટમાં દરરોજ 600 થી 700 ટ્રક દ્વારા શાકભાજીની સપ્લાય ( Vegetable supply ) થતી હતી, પરંતુ આજે માત્ર 500 ટ્રક જ બજારમાં આવ્યા હતા. તેથી જથ્થાબંધ વિક્રેતાઓનું ( wholesalers ) કહેવું છે કે શાકભાજીના પુરવઠાના અભાવે ભાવમાં 20 થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Community

છત્રપતિ સંભાજી નગરના ગાંધી વિસ્તારમાં ટ્રક ચાલકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. જેના કારણે બંને તરફ વાહનોની મોટી કતારો લાગી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા હિટ એન્ડ રનના કેસમાં પસાર થયેલા નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો હાલ રોષે ભરાયા છે.

થાણેમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા મળી રહી છે…

દરમિયાન આજે સવારથી થાણેના પેટ્રોલ પંપો ( Thane Petrol Pumps ) પર હડતાળની અસર પડી છે. થાણેમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હડતાળ ત્રણ દિવસ સુધી ચાલશે. જેના કારણે ઈંધણ પંપ સુધી પહોંચી શક્શે નહીં. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરવા માટે પંપ પર પહોંચી ગયા હતા જેના કારણે લાંબી કતાર લાગી જોવા મળી રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  Digital Payment: દેશમાં UPI ડિજીટલ પેમેન્ટમાં ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક.. UPI પેમેન્ટ મામલે આંકડો આટલા ટકા વધીને 183 લાખ કરોડ રુપિયાને પાર..

તેથી થાણેના ત્રણેય પેટ્રોલ પંપ ગત રાત્રિથી વાહનોની હડતાલ અને ઈંધણના ટેન્કરો પેટ્રોલ પંપ પર ન પહોંચવાને કારણે હવે અનેક પેટ્રોલ પંપો ઈંધણનો અભાવ વર્તાય રહ્યો છે. તેથી હાલ પેટ્રોલ પંપની બહાર નોટીસો પણ લગાડતા જોવા મળી રહ્યા છે. જેમાં ‘માત્ર ડીઝલ, પેટ્રોલ નહીં’ લખાવામાં આવી રહ્યું છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version