ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
તુર્કીએ થોડા દિવસો અગાઉ જ પાંચમી સદીની હાજીયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવી દીધા બાદ, વધુ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મ્યુઝિયમની મસ્જિદ માં ફેરવવા જઈ રહ્યું છે ચોરા સંગ્રહાલયને મસ્જિદમાં ફેરવવાના તુર્કીના નિર્ણયની ગ્રીસે ટીકા કરી 'સંપૂર્ણ નિંદાત્મક કૃત્ય' ગણાવ્યું છે.
ચોરા સંગ્રહાલય 1000 વર્ષ જૂનું છે. અગાઉ તે બાયઝેન્ટાઇન ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ હતું. શુક્રવારે ગ્રીસના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તુર્કીએ હાજીયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં પરિવર્તિત કરી દીધાં બાદ આંતરરાષ્ટ્રીય ટીકાઓનો સામનો કરવા છતાં, વધુ એક યુનેસ્કો સાંસ્કૃતિક વારસા હેઠળ ના સ્મારકજે મસ્જિદમાં ફેરવી રહી છે જે નિર્દયતાભર્યું અપમાનજનક છે. "
ઇસ્તંબુલમાં ચોરા સંગ્રહાલય ચોથી સદીમાં એક સાધુઓ માટેના સંકુલના ભાગ રૂપે બનાવવામાં આવ્યું હતું. આ આઇકોનિક સાઇટ મધ્યયુગીન બાયઝેન્ટાઇન ચર્ચ હતું. એક અહેવાલ મુજબ, 1077-81 દરમિયાન ચોરાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. પરંતુ 12 મી સદીના ભુકંપમાં તેમાં ઘણું નુકસાન થયું હતું. જેને ફરીથી રિપેર કરવામાં આવ્યું હતું. જે 14 મી સદીના ફ્રેસ્કોથી સજ્જ હતી. જેને ખ્રિસ્તી વિશ્વમાં અત્યંત મૂલ્યવાન માનવામાં આવે છે.
ઓટ્ટોમન સામ્રાજ્ય દ્વારા ઇસ્તંબુલ પર 1453 માં વિજય મેળવ્યાં બાદ તેને કૈરી મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ બીજા વિશ્વ યુદ્ધ પછી તેને કારી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું હતું. અમેરિકન કલાના ઇતિહાસકારોના જૂથે ત્યારબાદ અસલ ચર્ચના મોઝેકને લગાવી ફરી શરૂ કરવામાં મદદ કરી અને 1958 માં તેને જાહેર પ્રદર્શન માટે ખોલલ્લુ મુકવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે અને તુર્કી આવનાર દરેક સહેલાણીઓ આ સાઈટ જોવા અચૂક જાય છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com