ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર.
ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સાંસદ સભ્ય અને ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ગોટાળા સંદર્ભે એક મસમોટું ડોસીયર કેન્દ્રીય સહકાર વિભાગ ને સોંપ્યું છે. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ચાલી રહેલા આ ગોટાળા સાથે ૧૨૦૦થી વધારે બેનામી ખાતાઓ જોડાયેલા છે જેમાં ૫૦ કરોડથી વધુ રૂપિયા નું ટર્નઓવર થયું છે. આ ઉપરાંત આરોપ લગાવવામાં આવ્યો છે કે શિવસેનાના સાંસદ સભ્ય સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય પાર્ટીના નેતાઓએ સહકાર ના નામે પોતાના ખિસ્સા ભર્યા છે. કિરીટ સોમૈયાએ માંગણી કરી છે કે આ સમગ્ર મામલા સંદર્ભે તાત્કાલિક તપાસ થવી જોઇએ અને દોષિત લોકોની વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ.
