Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્ર્મણ: આ રાજ્યની એક જ શાળાના ૨૯ બાળકો પોઝિટીવ આવતા ખળભળાટ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની સાથે સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં નદિયા વિસ્તારમાં એક જ શાળાના ૨૯ બાળકો પોઝિટિવ આવતાની સાથે હાહાકાર મચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ધો. ૯ અને ૧૦ના ૨૯ બાળકો સંક્રમિત થયા છે. આ ઘટના બાદ શાળા સહિતના વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.  

એક અધિકારીના જણાવ્યાનુસાર નદિયા જિલ્લાના એક કેન્દ્રીય વિદ્યાલયમાં ઓછામાં ઓછા ૨૯ બાળકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે.  વિદ્યાલયના ધો. ૯ અને ૧૦ના ૨૯ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે શાળાના તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ સંક્રમિત વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોને ઘરે લઈ જવા કહેવાયું છે.  

બાળકોના વેક્સિનેશન માટે BMCએ તૈયાર કરી બ્લુ પ્રિન્ટ, આટલા સેન્ટર પર મળશે વૅક્સિન. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે કોરોનાની સાથે પ.બંગાળમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. અહીં વિદેશથી આવેલા ૨ વ્યક્તિને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે સંક્રમિતમાંથી એક વ્યક્તિ નાઈજિરિયાથી આવ્યો છે અને અન્ય વ્યક્તિ બ્રિટનથી આવ્યો હતો. ભારતમાં કુલ ૧૭ રાજ્યોમાં ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દેશમાં ઓમિક્રોનના ૨૩૮ કેસ આવ્યા છે. જેના કારણે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ચૂકી છે. 

Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
MumbaiAhmedabad Highway Accident પાલઘર નજીક દૂધનું ટેન્કર પલટી ગયું; ઢોળાયેલું દૂધ ભરવા સ્થાનિકોની પડાપડી; જુઓ વિડીયો
Kalyan Extortion Case કલ્યાણમાં કેબલ વેપારી પાસેથી ₹૧૦,૦૦૦ નો હપ્તો માંગનાર રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો મહાત્મા ફૂલે પોલીસની મોટી કાર્યવાહી
Boisar ATM Card Swap Fraud બોઈસરમાં એટીએમ કાર્ડ બદલીને ₹૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો રોકડ અને વાહન જપ્ત, પોલીસ તપાસ તેજ
Exit mobile version