Site icon News Continuous Bureau | Mumbai

હાથરસની પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે 100 થી વધુ વખત ફોન પર થઈ હતી વાત .. પોલીસ તપાસમાં આવ્યો નવો વળાંક…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

07 ઓક્ટોબર 2020

હાથરસની પીડિતાના મોત બાદ નવા નવા ખુલાસાઓ થઈ રહયાં છે. ઉત્તર પ્રદેશ પોલીસ તપાસમાં જણાયું કે પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ગયાં વર્ષે ઓક્ટોબર થી ફોન મારફતે એકબીજાનાં સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે  ગયા વર્ષથી લઈને આ સપ્ટેમ્બર સુધીમાં 104 વખત ફોન પર વાતચીત થઈ હોવાનું કૉલ ડિટેઈલ પરથી જાણવાં મળ્યું છે. મોટા ભાગે આ ફોન નજીકના ગામની સીમ પાસેથી થયાં છે. જે પીડિતાના ગામથી લગભગ 2 કિમીની દૂરી પર છે.

જેમાંથી 62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા છે જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા. યૂપી પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે પીડિત પરિવાર અને આરોપી સંદીપના વચ્ચે નિયમિત અંતરે વાતચીત થતી હતી. આરોપી સંદીપને કૉલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ પણ અંતિમ દૌરમાં છે. SIT પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચંદ્ર પ્રકાશ અને એસપી પૂનમે કેસની તપાસ કરી છે. જણાવી દઈએ કે SITએ ગયા સપ્તાહે તપાસ શરૂ કરી હતી અને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કહી હતી. એસઆઈટીની ટીમ ચંદપાના ગામે પણ પહોંચી હતી, જ્યાંની પીડિતા રહેવાસી હતી. એસઆઈટીએ પીડિતાના તમામ પરિવારજનોનું નિવેદન પણ નોંધ્યા છે.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version