Gujarat : સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બન્યા!

Gujarat : હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશ ટ્રાન્સપ્લાન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે , આજે રાજ્યમાં થયેલ બે અંગદાન અને ચાર ટ્રાન્સપ્લાન્ટે ગણેશ ચતુર્થીની ઉજવણી સાર્થક કરી - SOTTO કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી

Two brain dead people from Surat and Amreli became Vdhanharta in the lives of four people!

News Continuous Bureau | Mumbai 

Gujarat : દેવોમાં જેમનું ઉચ્ચ સ્થાન છે તેવા વિધ્નહર્તા ગણેશજીના વધામણા સમગ્ર દેશમાં ગણેશચતુર્થીએ શરૂ થયા છે. ગુજરાતમાં ગણેશચતુર્થીના પાવન અવસરે અંગદાન ક્ષેત્રે પવિત્ર ઘટના બની છે. ગણેશચતુર્થીના દિવસે સુરત(Surat) અને અમરેલી(Amreli) જિલ્લામાં એક – એક અંગદાન થયું છે.
અમરેલી જિલ્લામાં ગણેશ ચતુર્થીના અવસરે અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં ગણેશજીના આશીર્વાદ વરસ્યા છે અને પ્રથમ વખત અમરેલી જિલ્લામાં અંગદાન(organ donation) થયું છે જેમાં એક લીવરનું દાન મળ્યું છે.

Join Our WhatsApp Community

Two brain dead people from Surat and Amreli became Vdhanharta in the lives of four people!

સુરત જિલ્લામાં થયેલ અંગદાનની વિગતો જોઇએ તો, 43 વર્ષના બિપિનભાઇ વાધાડિયાને બ્રેઇન હેમરેજ થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ બે દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી.
પરિવારજનોના આ ઉમદા ભાવને હોસ્પિટલના સમગ્ર તંત્રએ બિરદાવ્યું. બિપિનભાઇના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાનો પ્રારંભ થયો. અંદાજીત 6 થી 7 કલાકની મહેનતના અંતે બે કિડની અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી. જે બંને અંગોને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં SOTTO માં રજીસ્ટ્રર દર્દીઓના અગ્રતા ક્રમ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં પ્રથમ વખત થયેલ અંગદાનની વિગતો જોઇએ તો, 83 વર્ષના વયોવૃધ્ધ દમયંતિબેન મહેતાના પણ બ્રેઇનહેમરેજ થતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ પરોપકારભાવ સાથે અંગદાન માટેની ઇચ્છા વ્યક્ત કરી.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 20 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

જેમાં બ્રેઇનડેડ દમંયતિબેનના લીવરનું દાન મળ્યું જેને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે જણાવ્યું હતુ કે,હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ છે. તેઓ વિધ્નહર્તા છે.આજે આ પવિત્ર દિવસે રાજ્યમાં બે બ્રેઇનડેડ યુવક અંગદાનથી ચાર જરૂરિયાતમંદોના જીવનના વિધ્નહર્તા બન્યા છે.આમ આ બંને અંગદાન અને ચાર ટ્રાન્સપ્લાન્ટથી ગણેશ ચતુર્થીની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થઇ છે.
અમદાવાદ મેડિસીટી સ્થિત GUTS(ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાઇન્સીસ) અને SOTTO(State Organ Tissue And Transplant Organisation) દ્વારા રાજ્યમાં કેડેવર રીટ્રાઇવલ અને ટ્રાન્સપાલન્ટનો વ્યાપ વધે, લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમ ડૉ. મોદીએ ઉમેર્યુ હતુ.

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version