ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ એવા ભૂતપૂર્વ લોકસભા સાંસદ ઉદય રાજન ભોંસલે શનિવારે સતારા જિલ્લામાં વાટકો લઈને રસ્તા પર બેસી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં જે લોકડાઉન નું આયોજન કર્યું છે તેની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા અને સરકાર સુધી સંદેશ પહોંચાડવા તેઓએ આ આંદોલન કર્યું હતું. તેમનું માનવું છે કે આ લોકડાઉન ને કારણે વેપારીઓ રીતસરના ભીખ માંગતા થઇ જશે. અને આથી તેમણે પ્રતિકાત્મક રૂપે વાટકો લઈને ફૂટપાથ પર આંદોલન કર્યું.
બીઆર ચોપડાની પ્રખ્યાત સિરિયલ મહાભારતમાં દેવરાજ ઇન્દ્ર નું પાત્ર ભજવનાર અભિનેતાનું થયું દુઃખદ નિધન
