Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ મેરે શેર-શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોની થાબડી પીઠ- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના પ્રભાદેવી વિસ્તારમાં શનિવારે મધરાતે શિંદે જૂથ(Shinde Group)ના કાર્યકર્તાઓ અને ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray Group)ના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમયે બંને જૂથના કાર્યકરો ભારે આક્રમક જોવા મળ્યા હતા. પોલીસે બાદમાં 25થી વધુ શિવસૈનિકો(Shivsainik) સામે ફરિયાદ નોંધી તેમને અટકાયતમાં લીધા હતા. બાદમાં છોડી મૂકાયેલા આ શિવસૈનિકો રવિવારે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.

Join Our WhatsApp Channel

આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ આ તમામ શિવસૈનિકોની પ્રશંસા કરી હતી. તેથી એવું ચર્ચાઈ રહ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપના અને તેમના શિવસૈનિકો વચ્ચે થયેલી ધમાલને સમર્થન આપ્યું છે.

શિવસૈનિકો રવિવારે ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ ત્યાં હાજર હતા. શનિવારે થયેલા હિંસક બનાવમાં ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી મહત્વની ભૂમિકા ભજવનાર મહેશ સાવંત(Mahesh Sawant)ને ઉદ્ધવ ઠાકરેની બાજુમાં બેઠક આપવામાં આવી હતી. બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ શિવસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

જે બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓના વખાણ કર્યા હતા અને શિંદે જૂથના કાર્યકર સંતોષ તેલવણે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે મહેશ સાવંતની ભરપેટ પ્રશંસા કરી હતી.

આ દરમિયાન દાદર પોલીસે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સરવણકર પર તેમની પિસ્તોલમાંથી ફાયરિંગ કરવાનો આરોપ છે અને પોલીસે તેમની પિસ્તોલ જપ્ત કરી લીધી છે. પરંતુ સદા સરવણકરે કહ્યું છે કે તેમની સામેના આ આરોપો ખોટા છે અને આ તેમની વિરુદ્ધનું કાવતરું છે.

Supriya Sule On Disha Salian Case દિશા સાલિયાન કેસ પર સુપ્રિયા સુળે નું મોટું નિવેદન ‘આશ્ચર્ય થાય છે કે…’, સીબીઆઈ તપાસના ટાઈમિંગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
WCEF 2026 Gandhinagar ગાંધીનગર બનશે ગ્લોબલ ગ્રીન ઈકોનોમીનું કેન્દ્ર ભારત ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ ૨૦૨૬ની કરશે મેજબાની
Union Environment Minister Kutch GIB Visit લુપ્ત થતા ઘોરાડને બચાવવા કચ્છમાં ઐતિહાસિક પહેલ! કેન્દ્રીય મંત્રીના હસ્તે ‘સોફ્ટ રિલીઝ સેન્ટર’ અને ‘સાયરા વન કવચ’ દેશને સમર્પિત
Devendra Fadnavis On Marathi Hindi મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું માતૃભાષા સર્વોપરી છે, પણ રાષ્ટ્રભાષા સાથે કોઈ સંઘર્ષ નથી
Exit mobile version