Site icon

મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર(Uddhav Government) ખતરમાં છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાની સાથે કેટલાક ધારાસભ્ય(MLA) સાથે સુરતની(Surat) મેરેડિયન હોટલમાં(Meridian Hotel) આવી ગયા છે. તેની વચ્ચે નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક(Ravindra Phatak) અને મિલિંદ નાર્વેકર(Milind Narvekar) બે નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા છે. જોકે પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દીધા.
 
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ મિલિંદ નાર્વેકર(Milind Narvekar) અને રવિન્દ્ર ફાટક શિવસેનાના ધારાસભ્યોને મળવા સુરત પહોંચ્યા હતા અને હાલમાં બંને હોટલની અંદર છે. ઉદ્ધવ ઠાકરેએ નારાજ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકરને તાબડતોબ સુરત ખાતે મોકલ્યા છે. બંને નેતાઓ સુરતની હોટલ ખાતે આવી એકનાથ શિંદે (Eknath shinde surat hotel) સાથે મુલાકાત કરી રોષ ખાળવાના પ્રયાસ કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ -એનસીપી સુપ્રીમો શરદ પવારે હાથ ખંખેરી લીધા કહ્યું- આમાં હું કંઈ ના જાણુ- આ શિવસેનાનો આંતરિક મામલો છે- જાણો બીજું શું કહ્યું

આમ જોવા જોઈએ તો એકનાથ શિંદેના ટ્વિટ(Tweet) પરથી લાગી રહ્યું છે કે તેઓ શિવસેના પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે. હિન્દુત્વનો(Hindutva) રાગ અલાપી શિંદે સાથી ધારાસભ્યો સાથે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે રિસામણા મનામણાનો 'સામનો' એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને આવેલા નેતાઓ કેવી રીતે પાર પાડે છે..

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version