ઉદ્ધવ ઠાકરેએ ખેલી નાખ્યો મોટો દાવ- થાણામાં જિલ્લા અધ્યક્ષ પદ પર એવા વ્યક્તિની નિમણુંક કરી જે મુખ્યંમંત્રી એકનાથ માટે મોટો પડકાર છે

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)ના નેતા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરી મુખ્યમંત્રી(CM Eknath Shinde) બની ગયેલા એકનાથ શિંદેના ગઢ મનાતા થાણે(Thane)માં તેમને પડકાર આપવા માટે એવા વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે, જેનાથી શિંદેનું ટેન્શન વધી શકે છે.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે પાર્ટીના થાણે જિલ્લા એકમના વડા તરીકે શિંદે જેને પોતાના ગુરુ માને છે દિવંગત નેતા આનંદ દિઘે(Anand Dighe)ના ભત્રીજા કેદાર દિઘે(Kedar Dighe)ની નિમણૂક કરી હતી.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

આનંદ દિઘે(Anand Dighe)ને એકનાથ શિંદે(Eknath Shinde) પોતાના માર્ગદર્શક, ગુરૂ માને છે. નરેશ મ્હસ્કે(Naresh Mhaske) શિંદેના સમર્થનમાં રાજીનામું આપ્યા બાદ શિવસેના(Shivsena)ના થાણે જિલ્લા એકમના પ્રમુખનું પદ ખાલી હતું. તેથી તેના કેદાર દિઘે (Kedar Dighe)ની નિમણૂક કરી છે. તો આનંદ દિઘેના નજીકના સહયોગી અને શિવસેનાની મહિલા પાંખના વડા અનિતા બિર્જે(Anita Birje)ને `ડેપ્યુટી લીડર` તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદીપ શિંદે(Pradeep Shinde)ને શિવસેનાના થાણે શહેર એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેનો એક પછી એક લોકો સાથ છોડી રહ્યા છે. તેમાં તેમના પરિવારના લોકોનો પણ સમાવેશ થાય છે. તેમના ભત્રીજા નિહાર ઠાકરેએ પણ  એકનાથ શિંદેને સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે. નિહાર ઠાકરે સ્વર્ગસ્થ બિંદુમાધવ ઠાકરેના પુત્ર છે, જેનું 1996માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નિહાર ઠાકરે ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલના જમાઈ પણ છે.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version