Site icon News Continuous Bureau | Mumbai

રાજકીય ઘમાસાણ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરે શિંદેની સેનાને અલ્ટિમેટમ-કહ્યું -24 કલાક આપું છું- પાછા આવ્યા તો ઠીક નહીંતર

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઘમાસાણ વચ્ચે હવે શિવસેના(Shivsena) પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ બળવાખોર ધારાસભ્યોને અલ્ટીમેટમ(ultimatum) આપ્યું છે. ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો(MLAs)ને 24 કલાકનો સમય આપ્યો છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે કે ઉદ્ધવ ઠાકરેએ તેમના નજીકના વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે બળવાખોર MLAએ પાસે 24 કલાક છે જો તેઓ પાછા આવશે, નહીં તો તેમની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવશે નહીં.

Join Our WhatsApp Channel

ગઈકાલે યોજાયેલી વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં બળવાખોરો(Rebel MLAs) પાછા નહીં ફરે તો આ લડાઈ આર-પારની હશે. આ દરમિયાન તેણે કહ્યું કે અમે હાર માનવાના નથી. તેમણે તમામ શાખાના વડાઓને પોતપોતાના વિસ્તારોમાં બેઠકો યોજવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઉદ્ધવ ઠાકરે(UddhavThackeray)એ સ્પષ્ટ કર્યું છે કે જો પાર્ટીના નેતા ઈચ્છે તો તેઓ રાજીનામું(resign) આપી શકે છે અને પાર્ટીનું પદ છોડવા માટે તૈયાર છે. પરંતુ આ માટે નેતાઓએ તેમની સામે આવીને આ કહેવું પડશે.

આ સમાચાર પણ વાંચો : દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું

રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ હવે મહત્વની બેઠક બોલાવી છે. શિવસેના મુખ્યાલયમાં યોજાનારી આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે પોતે હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ અને પદાધિકારીઓ સામેલ થઈ રહ્યા છે. આ બેઠક બાદ ફરી એકવાર શિવસેના તરફથી બળવાખોરોને મોટો સંદેશ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના તમામ ધારાસભ્યો બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) સાથે જઈ રહ્યા છે. તમામ બળવાખોરો ગુવાહાટીની એક હોટલમાં હાજર છે. શિંદેનો દાવો છે કે તેમની સાથે 50થી વધુ ધારાસભ્યો છે. જેમાં લગભગ 40 ધારાસભ્યો શિવસેનાના છે. આ સાથે 12 અપક્ષ ધારાસભ્યો પણ હાજર છે. શિંદેના દાવા બાદ સરકારનું પતન લગભગ નિશ્ચિત છે, પરંતુ ખુદ શિવસેનાના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ ઊભો થયો છે. શિંદે એવો પણ દાવો કરી રહ્યા છે કે આખો પક્ષ તેમની સાથે ઉભો છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version