Site icon

Shiv Sena UBT Candidates List: મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જુથે 17 ઉમેદવારોના નામ પર મારી મહોર, પીયુષ ગોયલ સામે હવે વિનોદ ઘોસાળકર ઉતરશે મેદાનમાંઃ અહેવાલ..

Shiv Sena UBT Candidates List: આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જુથ પણ ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે.

Uddhav Thackeray has put his stamp on the names of 17 candidates for the upcoming Lok Sabha elections in Maharashtra, Vinod Ghosalkar will now contest against Piyush Goyal report

Uddhav Thackeray has put his stamp on the names of 17 candidates for the upcoming Lok Sabha elections in Maharashtra, Vinod Ghosalkar will now contest against Piyush Goyal report

News Continuous Bureau | Mumbai

Shiv Sena UBT Candidates List: મહારાષ્ટ્રના મિડીયા રિપોર્ટને ટાંકીને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections )  માટે ઉદ્ધવ જૂથે 17 ઉમેદવારોની યાદી ફાઈનલ કરી છે. આ ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

જે 17 લોકસભા બેઠકો પર ઉદ્ધવ ઠાકરેએ ( Uddhav Thackeray ) તેમના ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે તેમાં:

1. વિનોદ ઘોસાલકર – ઉત્તર મુંબઈ
2. સંજયદીના પાટિલ – મુંબઈ ઉત્તર પૂર્વ
3. અરવિંદ સાવંત – દક્ષિણ મુંબઈ
4. અનિલ દેસાઈ – દક્ષિણ મધ્ય મુંબઈ
5. ચંદ્રકાંત ખૈરે- છત્રપતિ સંભાજી નગર
6. નરેન્દ્ર ખેડકર- બુલઢાણા
7. સંજય દેશમુખ- યવતમાલ
8. ઓમરાજે નિમ્બાલકર- ઉસ્માનાબાદ
9. બંધુ જાધવ- પરભણી
10. વાઘચૌરે- સિરડી
11. વિજય કરંજકર- નાસિક
12. રાજન વિચારે- ઠાણે
13. અનંત ગીતે- રાયગઢ
14. નાગેશ અષ્ટિકર- હિંગોલી
15. વિનાયક રાઉત- રત્નાગીરી- સિંધુદુર્ગ
16. ચંદ્રહાસ પાટીલ- સાંગલી
17. સંજોગ વાઘેરે- માવલ

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election on China: ભારતમાં ચૂંટણીની જાહેર થતાંની સાથે ચીન કેમ ડર્યું? ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ઝેર ફેલાવ્યું.

આ બેઠકોને લઈને હજુ પણ મુદ્દો અટવાયેલો છે –

18. કલ્યાણ-ડોમ્બિવલી
19. પાલઘર
20. જાલના

ઉદ્ધવ ઠાકરે ઉત્તર મુંબઈ બેઠક પરથી વિનોદ ઘોસાલકરને ( Vinod Ghosalkar ) મેદાનમાં ઉતારી શકે છે. આ બેઠક પરથી ભાજપે પીયૂષ ગોયલને ( Piyush Goyal ) મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.

નોંધનીય છે કે, પાંચમા તબક્કામાં 20 મેના રોજ મુંબઈ, મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ અને મુંબઈ ઉત્તરની છ બેઠકો પર મતદાન થશે.

 

Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Exit mobile version