Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેને સંક્રાંત બરાબર નડી ગઈ : હવે અધ્યક્ષ પદ જોખમમાં. માત્ર 12 દિવસ બાકી છે!

23 જાન્યુઆરી, 2023ના રોજ પક્ષના વડા તરીકે ઉદ્ધવ ઠાકરેના પદના પાંચ વર્ષ પૂર્ણ થશે. આ પરિસ્થિતિમાં શિવસેના પાર્ટી કોની તેનો નિર્ણય હજી થઈ શક્યો નથી.

Today Onwards Uddhav Thakrey is not elected Shivsena President

મોટા સમાચાર : ઉદ્ધવ ઠાકરે હવેથી કાયદેસરના નહીં પરંતુ પાર્ટીના માનેલા પ્રમુખ. અધ્યક્ષ તરીકેની મુદત થઈ પૂરી.

News Continuous Bureau | Mumbai

મુંબઈ, 11 જાન્યુઆરી: ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરેની ( Uddhav thackeray ) શિવસેનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. એક તરફ ચૂંટણી પંચ ધનુષ અને તીર ચિહ્ન માટે સુનાવણી કરી રહ્યું છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેના પક્ષ પ્રમુખનો ( president ) કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. તેથી માત્ર 12 દિવસમાં આનો કેવી રીતે ઉકેલ આવશે તે જોવું રહ્યું.

Join Our WhatsApp Channel

ચૂંટણી પંચે મંગળવારે ધનુષ્ય બાણ ચિન્હ પર સુનાવણી હાથ ધરી હતી પરંતુ આ સંદર્ભે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 23 જાન્યુઆરી, 2023ના રોજ પક્ષના વડા તરીકે ઉદ્ધવ ઠાકરેના પદના પાંચ વર્ષ પૂર્ણ થશે. જેને કારણે શિવસેનામાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

શિવસેના ફરીથી કાર્યકારિણીની બેઠક યોજીને સંગઠનાત્મક ચૂંટણી માટે પંચને વિનંતી કરવા જઈ રહી છે. 2018 માં, ઉદ્ધવ ઠાકરેને કાર્યકારિણીની બેઠકમાં બીજી વખત પાર્ટીના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જો કે મંગળવારે યોજાયેલી સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે આ મુદ્દે કોઈ જવાબ આપ્યો ન હતો. હવે આગામી સુનાવણીમાં તેમને રાહત મળશે કે કેમ તેના પર શિવસૈનિકોનું ધ્યાન છે.

આ સમાચાર પણ વાંચો:  રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના કૌરવો સાથે કરી, જુઓ વિડિયો અને જાણો તેણે એવા તે કયા શબ્દો વાપર્યા કે બબાલ મચી ગઈ.

દરમિયાન શિવસેના પક્ષમાં લોકશાહી ઢબે ચૂંટણી વર્ષોથી ચાલી રહી છે. શિવસેના 1966થી રજિસ્ટર્ડ પાર્ટી છે. શિવસેનામાં 1966 પછી તમામ થઈ છે. 1989માં ચૂંટણી પંચ પાસેથી તેણે ચિહ્ન મેળવ્યું. હાલમાં શિવસેના પાર્ટીમાં જે કટોકટી સર્જાય છે તેને કારણે મૂળભૂત રીતે શિવસેના કોની અને શિવસેનાની અસ્ક કયામત પર કોનો અધિકાર તે સંદર્ભે હજી સુધી કોઈ પાકો નિર્ણય થઈ શક્યો નથી. આ કારણે શિવસેનાના નેતા અનિલ દેસાઈએ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે બાળાપો કાઢ્યો હતો. તેણે આરોપ લગાડ્યો હતો કે લોકશાહીના મૂલ્યોને ખતમ કરવામાં આવ્યા છે.

બીજી તરફ 12 દિવસ પછી ઉદ્ધવ ઠાકરે ની કાયદેકીય પરિસ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો શું થશે તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા નથી .

આ સમાચાર પણ વાંચો:  Political News : EDએ NCP નેતા હસન મુશરફના ઘરે દરોડા પાડ્યા

Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version