Site icon

ઉદ્ધવ ઠાકરેને ઝટકે પે ઝટકા.. ધનુષ-તીર બાદ હવે મશાલ પણ જશે? આ પાર્ટી પહોંચી ચૂંટણી પંચ પાસે.. જાણો શું છે સમગ્ર મામલો..

શિવસેનાનું નામ અને ધનુષ અને તીર ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે માટે વધુ એક તણાવપૂર્ણ સમાચાર છે. ચૂંટણી પંચે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

Samata party in sc for getting back flaming torch symbol from thackeray faction 

ઉદ્ધવ ઠાકરેને જોર કા ઝટકા.. ધનુષ-તીર બાદ હવે મશાલ પણ જશે? હવે આ પાર્ટી ચૂંટણી ચિહ્ન પાછું મેળવવા પહોંચી સુપ્રીમમાં

 News Continuous Bureau | Mumbai

શિવસેનાનું નામ અને ધનુષ અને તીર ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે માટે વધુ એક તણાવપૂર્ણ સમાચાર છે. ચૂંટણી પંચે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, હવે ઠાકરે જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ ( uddhav thackeray  ) નામ અને તેના ‘મશાલ’ ચૂંટણી ચિન્હનો ( mashaal symbol ) ઉપયોગ કરવાનો અધિકાર માત્ર મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી સુધી જ રહેશે. 26 ફેબ્રુઆરીએ પુણેની કસ્બા પેઠ અને પિંપરી ચિંચવડની ચિંચવડ બેઠકો માટે મતદાન થવાનું છે. 26 ફેબ્રુઆરી પછી, ઠાકરે જૂથ આ નામ અને પ્રતીકનો ઉપયોગ કરી શકશે નહીં.

Join Our WhatsApp Community

કેન્દ્રીય ચૂંટણી પંચે હાલમાં ઠાકરે જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ અને ‘મશાલ’ ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. 26 ફેબ્રુઆરી પછી, ઉદ્ધવ ઠાકરેને હવે આ નામ અને પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઠાકરે જૂથે ફરી એકવાર ચૂંટણી પંચને અપીલ કરવી પડશે અને નવા નામ અને પ્રતીક માટે નવી દરખાસ્તો મોકલવી પડશે.

સમતા પાર્ટીએ ફરી મશાલના ચિહ્ન પર પોતાનો દાવો રજૂ કર્યો

ઉદ્ધવ ઠાકરે પાસેથી મશાલનું ચિહ્ન છીનવી લેવાનું બીજું મોટું કારણ એ છે કે સમતા પાર્ટીએ ફરી એકવાર ‘મશાલ’ ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો દાખવ્યો છે. સમતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ ઝાએ ફરીથી કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. સમતા પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને મશાલ ચિન્હની માંગણી કરી છે. કૈલાશ ઝાની માંગ છે કે આ ચૂંટણી ચિન્હ તેમની પાર્ટીનું હતું, તેથી આ ચિન્હ તેમને પરત કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો :  શરદ પવારની ઉદ્ધવ ઠાકરે ને સુફિયાણી સલાહ. કહ્યું ચૂંટણી પંચનો આદેશ સ્વીકાર કરો અને નવું પ્રતિક લઈ લો.

ઠાકરે અને શિંદે જૂથને હાલ માટે અલગ-અલગ ચૂંટણી ચિન્હો આપવામાં આવ્યા હતા

વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેને ‘મશાલ’ ચૂંટણી ચિન્હ આપવાનું સૌથી મોટું કારણ એ હતું કે દિવંગત ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ અંધેરી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની હતી. શિવસેનાના નામ અને ચિન્હનો દાવો ઠાકરે અને શિંદે બંને પક્ષોએ કર્યો હતો. આવી સ્થિતિમાં, ઠાકરે જૂથને શિવસેનાના નામ અને ધનુષ અને તીર ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર ઘણા પ્રશ્નો હતા. તેથી, ચૂંટણી પંચે હાલમાં ઠાકરે જૂથને ‘મશાલ’ પ્રતીક અને શિંદે જૂથને ‘તલવાર અને ઢાલ’ પ્રતીક આપ્યું હતું.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Exit mobile version