Site icon

Uddhav Thackeray on Ram Mandir: રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે શિવસેનાના યુબીટીએ રાષ્ટ્રપતિ મુર્મુને 22 જાન્યુઆરીએ નાશિકના આ મંદિરમાં પૂજા માટે પાઠવ્યું આમંત્રણ..

Uddhav Thackeray on Ram Mandir: શિવસેના (UBT) ના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી 22 જાન્યુઆરીએ નાસિકમાં ઐતિહાસિક શ્રી કાલારામ મંદિરમાં પૂજા કરશે, જેના માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Uddhav Thackeray on Ram Mandir Shiv Sena's UBT has invited President Murmu for puja at this temple in Nashik on January 22 amid Ram Pran Pratishtha Mohotsav.

Uddhav Thackeray on Ram Mandir Shiv Sena's UBT has invited President Murmu for puja at this temple in Nashik on January 22 amid Ram Pran Pratishtha Mohotsav.

News Continuous Bureau | Mumbai 

Uddhav Thackeray on Ram Mandir: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી) ( Shiv Sena UBT ) ના વડા ઉદ્ધવ ઠાકરેને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ હજુ સુધી મળ્યું નથી. જો કે તે દિવસે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં જ રહેશે. તેમણે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તેઓ નાશિકના કાલારામ ( Kalaram temple ) મંદિરમાં જઈને પ્રાર્થના કરશે. તેમણે આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ( Droupadi murmu ) કાલારામ મંદિરમાં મહા આરતી અને મહાપૂજામાં ભાગ લેવા આમંત્રણ ( invitation ) પણ આપ્યું છે.

Join Our WhatsApp Community

પીએમ મોદી ( PM Modi ) પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું, “વડાપ્રધાન કહે છે કે દિવાળી 22 જાન્યુઆરીએ ઉજવવી જોઈએ. આ દિવસને દિવાળીની જેમ ઉજવો… તેઓએ આ દેશને દેવાળિયો કરી દીધો છે… તો તેના પર પણ ચર્ચા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હું દેશભક્ત છું, અંધ ભક્ત નથી.

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ મારા પિતા બાળાસાહેબનું પણ સ્વપ્ન હતું. આજે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે ખુશીની ક્ષણ છે. અમે 22 જાન્યુઆરીએ પંચવટી ખાતે ગોદાવરી નદીના કિનારે આરતી કરીશું. હું દેશને અનહદ પ્રેમ કરું છું, રામ મંદિરનું નિર્માણ થયું ત્યારેથી હું સૌથી વધુ ખુશ છું.

રામ મંદિરનું નિર્માણ મારા પિતા બાળાસાહેબનું પણ સ્વપ્ન હતું….

તેમણે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 22 જાન્યુઆરીએ નાસિકના કાલારામ મંદિરમાં મહા આરતી અને મહાપૂજામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે પત્ર લખીને રાષ્ટ્રપતિને કાલારામ મંદિરની આરતીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Makar Sankranti 2024: 77 વર્ષ પછી મકરસંક્રાતિએ આ વિશેષ યોગ બની રહ્યો છે… ખૂબ જ ખાસ રહેશે આ દિવસ

પત્રકારો સાથે વાત કરતા પૂર્વ સીએમએ કહ્યું કે, આજે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે ખુશીની ક્ષણ છે. અમે 22 જાન્યુઆરીએ પંચવટી ખાતે ગોદાવરી નદીના કિનારે આરતી કરીશું. હું ચોક્કસ અયોધ્યા જઈશ! રામ મંદિર કોઈની અંગત મિલકત નથી, મને જ્યારે પણ એવું લાગશે ત્યારે હું રામ મંદિર ચોક્કસ જઈશ.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં લખ્યું હતુ કે, “અયોધ્યા ભગવાન શ્રી રામનો જન્મ વિસ્તાર છે અને નાસિક-પંચવટી દંડકારણ્ય તેમનું કાર્ય ક્ષેત્ર છે. વનવાસના સમયગાળા દરમિયાન અહીંના આદિવાસી અને વનવાસીઓ સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેમણે તેમના મોટા ભાગની લીલાઓ આ વિસ્તારમાં જ કરી હતી, જેના જીવંત પુરાવા આજે પણ અહીં હાજર છે. એ પુરાવાઓનું પ્રતીક નાશિકનું કાલારામ મંદિર છે. ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરમાં અમારો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

ઠાકરેએ પત્રમાં આગળ લખ્યુ હતુ કે, “અમે તમને દેશના પ્રથમ નાગરિક તરીકે નાસિકની મુલાકાત લેવા વિનંતી અને આમંત્રણ આપીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે આ કર્મલક્ષી રાષ્ટ્રમાં કર્મયોગી શ્રી રામના કાર્યસ્થળ નાસિકની મુલાકાત લઈને તમે આદિવાસી સનાતની-હિંદુઓને ગર્વ કરવાની તક જ નહીં આપો, પરંતુ 140 કરોડ દેશવાસીઓમાં ઉત્સાહ પણ ફેલાવશો. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પણ આમંત્રણ મળ્યું છે.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Exit mobile version