News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટ(Supreme court)માં બુધવારે સાંજે 5:30 વાગ્યે મહારાષ્ટ્ર(Maharashtra)ની ફ્લોર ટેસ્ટ(Floor test) સંદર્ભે અરજી સુનાવણી માટે હાથમાં લેવામાં આવી હતી. આ સમયે આશરે ચાર કલાક સુધી દલીલો ચાલ્યા બાદ રાત્રે 9 વાગે ને 10 મિનિટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે. સુપ્રીમ કોર્ટના હુકમ આવી ગયા બાદ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સમજી ગયા હતા કે હવે તેમની કાયદેસરની લડાઈ નો અંત આવે છે અને ફ્લોર ટેસ્ટ માં તેઓ હારી જશે. આ કારણથી તેઓએ ફ્લોર ટેસ્ટ માં જવાના સ્થાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.
આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો
