Site icon

ઉદ્ધવ ઠાકરેની એક પછી બીજી ભૂલ-પરિવારવાદને આગળ વધારતા હવે તેજસ ઠાકરેને આ જવાબદારી સોંપાશે

News Continuous Bureau | Mumbai

ભાજપનો(BJP) સાથ લઈને મુખ્યમંત્રી(Chief Minister) બનેલા એકનાથ શિંદે ગ્રુપે(Eknath Shinde Group) શિવસેનામાં(Shiv Sena) ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ પક્ષને મોટો ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ફરી એકવાર શિવસેનાને બેઠી કરવા મથી રહ્યા છે. પરંતુ જે ભૂલ તેએ પહેલા કરી તે  જ ભૂલનું તેઓ પુનરાવર્તન કરી રહ્યા હોવાનું શિવસૈનિકોનું(Shiv Sainiks) કહેવું છે. પક્ષના અનેક સિનિયર નેતાઓને(senior leaders) બાજુએ કરીને પહેલા તેઓએ આદિત્યને(Aaditya thackeray) આગળ કર્યો અને હવે પાર્ટીને ફરી ઉભી કરવા પક્ષના જૂના અનુભવી નેતાઓને બદલે હવે તેઓ પોતાના બીજા પુત્ર તેજસને આગળ કરીને પરિવારવાદને(Familyism) આગળ વધારી રહ્યા છે એવી નારાજગી પણ પક્ષના અમુક જૂના કાર્યકર્તાઓમાં જણાઈ રહી છે.

Join Our WhatsApp Community

શિંદેએ શિવસેનામાં ભંગાણ પાડીને હવે આખો પક્ષ પોતાનો કરવાની હિલચાલ કરી રહ્યા છે ત્યારે ઉદ્ધવે પક્ષને ફરી ઉભો કરવાની હિલચાલ શરૂ કરી છે.  આદિત્ય ઠાકરે હાલમાં રાજ્યના પ્રવાસે છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેના બીજા પુત્ર તેજસ ઠાકરે(Tejas Thackeray) પણ રાજકારણમાં(politics) આગળ લાવવાની યોજના રાખી છે. જોકે આદિત્ય ઠાકરેએ આ અંગે ખુલાસો કર્યો છે. અફવાઓ પર વિશ્વાસ ન કરો પરંતુ અંદરખાને તેજસને લોન્ચ કરવાનું ફાઈનલ કરી નાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  મમતા દીદીએ પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત-બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા

તેજસ ઠાકરે રાજનીતિમાં પ્રવેશ કરવાને લઈને આદિત્ય ઠાકરે અફવા પર વિશ્વાસ ન કરો એવી સ્પષ્ટતા કરી છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી તેજસ ઠાકરેના રાજકીય પદાર્પણની(Political debut) ચર્ચાએ જોર પકડ્યું છે. ગયા વર્ષે યુવા સેનાના મહાસચિવ(Yuva Sena Secretary General) વરુણ સરદેસાઈએ(Varun Sardesai) મીડિયાને કહ્યું હતું કે તેજસ ઠાકરે ટૂંક સમયમાં રાજકારણમાં પદાર્પણ કરશે. તે પછી, તેજસ ઠાકરે નિયમિતપણે રશ્મિ ઠાકરે સાથે રાજકીય બેઠકોમાં(political meetings) હાજરી આપતા જોવા મળે છે. ઉપરાંત, સાંસદ નવનીત રાણાએ(MP Navneet Rana) તેમને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો(Hanuman Chalisa) પાઠ કરવાની ચેતવણી આપ્યા બાદ તેજસ ઠાકરેએ પણ માતોશ્રીની બહાર શિવસૈનિકો દ્વારા યોજાયેલ જાગરણમાં હાજરી આપી હતી. આથી તેજસ ઠાકરેના રાજકીય પદાર્પણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version