Site icon News Continuous Bureau | Mumbai

 ખતરાની ઘંટી..પંજાબમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ઇંગ્લેન્ડ નો વાયરસ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

    દેશના પંજાબ રાજ્યમાં કોરોના નો જ એક પ્રકાર એવો યુ.કેનો strain લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પંજાબ રાજ્યમાં 401 લોકોના બ્લડ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા. તેમાંથી 81 ટકા લોકોના સેમ્પલમાં આ યુ.કે સ્ટ્રેન જોવા મળ્યો હતો.જે ચિંતાજનક બાબત છે.

     પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્ર સિંહે મંગળવારે ત્યાંની જનતાને વહેલામાં વહેલી તકે કોરોના વેક્સિન લઈ લેવા માટે વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેક્સિન લેવાની વયમર્યાદાને ઘટાડવાનું સૂચન પણ કર્યું હતું.કારણ પંજાબમાં ખાસ કરીને યુવા વર્ગમાં જ આ યુ. કે. સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે.

આખરે મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગ્યું. સરકારે લીધો કડક નિર્ણય.
 

    પંજાબના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પંજાબની વધારેમાં વધારે જનતા વેક્સિન લઈ શકે એ માટે કેન્દ્ર સરકારે અતિ આવશ્યક પગલાં ભરવા જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ કોવીશીલ્ડ  વેક્સિન યુ.કે. સ્ટ્રેન માટે પણ અસરકારક છે.

   આ ઉપરાંત પંજાબ ના મુખ્યમંત્રીએ માસ્ક પહેરવા અને સોશિયલ distance ના નિયમો ને પાળવા પર પણ જોર લગાવ્યું હતું.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version