Site icon

લ્યો બોલો… અધધ 1700 કરોડનો બ્રિજ એક ચોમાસુ ન ખમી શક્યો! બિહાર ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ થયો ધરાશાયી.. જુઓ વિડીયો

કહેવાય છે કે આ બ્રિજ 1717 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે નિર્માણાધીન બ્રિજનો એક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બની રહેલા પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. પુલનો ઉપરનો ભાગ નદીમાં પડી ગયો છે.

Under-construction bridge collapses in Bihar, no casualties reported

લ્યો બોલો… અધધ 1700 કરોડનો બ્રિજ એક ચોમાસુ ન ખમી શક્યો! બિહાર ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ થયો ધરાશાયી.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન બ્રિજ ફરી એકવાર જમીનદોસ્ત થઈ ગયો છે. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. બ્રિજના પિયર નંબર 10, 11, 12 ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર અગવાણી બાજુથી તૂટી ગયું છે, જે લગભગ 200 મીટરનો ભાગ હશે. જો કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

Join Our WhatsApp Community

ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે નિર્માણાધીન પુલ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નિર્માણાધીન બ્રિજનો ઉપરનો ભાગ ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે. પુલ તૂટી પડ્યા બાદ આખો પુલ ગંગા નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ચાર વર્ષ પહેલા આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલના અકસ્માતે બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે. તો સત્તાધારી વિપક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.

આ સમાચાર પણ વાંચો : Water Crisis : મુંબઈકરો પાણીનો વપરાશ સંભાળીને કરજો, શહેરમાં પાણી પૂરું પાડતાં જળાશયોમાં માત્ર આટલા ટકા જ જથ્થો બચ્યો..

સદનસીબે પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પુલ તૂટી પડતાં ઘટનાસ્થળે અને વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version