Site icon

Amit Shah Sardar Patel: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 11 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ, જુઓ ફોટોસ..

Amit Shah Sardar Patel: સરદાર સાહેબની પ્રતિમા આવનારી પેઢીઓ માટે દેશવાસીઓને તેમના સિદ્ધાંતો અને આદર્શોને અનુસરવાની પ્રેરણા આપશે. સરદાર સાહેબના જીવનકાળ દરમિયાન, કલમ 370 નાબૂદ, સમાન નાગરિક સંહિતા, ભવ્ય રામ મંદિરનું નિર્માણ, ટ્રિપલ તલાક નાબૂદ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી ગયા હતા, પીએમ મોદીના નેતૃત્વમાં, આ 10 વર્ષમાં પૂર્ણ થયા. દાયકાઓથી એક પરિવારની ભક્તિમાં ડૂબેલી પાર્ટીએ ક્યારેય સરદાર પટેલનું સ્મારક પણ બનાવ્યું નથી. એક પરિવાર અને પક્ષનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સરદાર સાહેબના યોગદાનને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સત્ય હંમેશા સૂર્યની જેમ યોગ્ય સમયે બહાર આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર સાહેબનું સન્માન કર્યું હતું

News Continuous Bureau | Mumbai 

Amit Shah Sardar Patel: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 11 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  

Join Our WhatsApp Community

અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, સરદાર પટેલ ( Sardar Vallabhbhai Patel ) ઇતિહાસનું એક પાનું છે, જેને ન્યાય આપવામાં ઇતિહાસ અને રાષ્ટ્ર બંને નિષ્ફળ રહ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરદાર પટેલ જેવા મહાપુરુષનાં સદ્ગુણો, ત્યાગ, કઠોર પરિશ્રમ અને દૂરંદેશીપણાથી આજે દેશને લાભ થઈ રહ્યો છે, પણ અગાઉ તેમને યોગ્ય માન્યતા અને સન્માન મળ્યાં નહોતાં. શાહે જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી એક પરિવારની ભક્તિમાં ડૂબેલી પાર્ટીએ ક્યારેય સરદાર પટેલનું સ્મારક પણ બનાવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર પટેલનું સન્માન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ ( Amit Shah ) કહ્યું હતું કે, ભારત સરદાર પટેલનાં ગુણો અને યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરદાર પટેલ એક એવી વ્યક્તિ હતા, જેમણે ક્યારેય ખ્યાતિ કે ઓળખની પરવા કરી નહોતી અને દેશ સામે ઊભા થયેલા પડકારોનો સામનો કર્યો હતો, તેમને તેમાંથી મુક્ત કર્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, જો સરદાર પટેલનું અસ્તિત્વ જ ન હોત, તો 556થી વધારે રજવાડાંઓ એક થયા ન હોત અને આજે આપણે જોઈએ છીએ તે મુજબ ભારતનો નકશો અસ્તિત્વમાં જ ન હોત. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરદાર પટેલનું પ્રદાન છે, જેણે ભારતને ભારતીય સંઘ તરીકે એકજૂટ થવાની તક આપી છે. શ્રી શાહે ધ્યાન દોર્યું હતું કે, ગુજરાત અને રાજસ્થાનનાં કેટલાંક રજવાડાંઓને વિવિધ ષડયંત્રોમાંથી બહાર લાવવામાં અને તેમને ભારત સાથે જોડવામાં સરદાર પટેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલની ( Sardar Patel Statue ) 11 ફૂટ ઊંચી પ્રતિમાનું વજન 1100 કિલોગ્રામ છે, જે અનેક ધાતુઓની બનેલી છે અને તેને 8 ફૂટ ઊંચી પેડેસ્ટલ પર મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રતિમાની ઊંચાઈ 11 ફૂટ હોવા છતાં તેની સુગંધ યુગો સુધી ફેલાશે. તેમણે ઉમેર્યું હતું કે, જોધપુરના મહારાજાને જોધપુર રજવાડું ભારતમાં ભેળવવા સરદાર પટેલે જ સમજાવ્યા હતા. ગૃહ મંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, સરદાર પટેલે જોધપુર એરબેઝને વ્યૂહાત્મક એરબેઝમાં પરિવર્તિત કર્યું હતું, જેણે ભારતની સુરક્ષામાં યોગદાન આપ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ( Amit Shah Jodhpur ) કહ્યું કે વિન્સ્ટન ચર્ચિલે ભવિષ્યવાણી કરી હતી કે આઝાદી મળ્યા બાદ ભારત વિખેરાઈ પડી જશે, પરંતુ સરદાર પટેલના કારણે ભારત આજે દુનિયાની સામે મજબૂત અને ગર્વથી ઉભું છે. તેમણે કહ્યું કે, જે બ્રિટને ઘણા વર્ષો સુધી ભારત પર રાજ કર્યું હતું, તે જ બ્રિટન હવે ભારતથી આગળ નીકળી ગયું છે અને ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. શ્રી શાહે આ સફળતાનો શ્રેય સરદાર પટેલનાં સંકલ્પને આપ્યો હતો અને કહ્યું હતું કે, સરદાર પટેલે ભારતને મજબૂત, સંગઠિત અને અખંડ બનાવીને ચર્ચિલનાં વિધાનને રદિયો આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Mahavikas Aghadi : મહાવિકાસ આઘાડીમાં ભંગાણ, આ પાર્ટીએ ગઠબંધનમાંથી અલગ થવાની કરી જાહેરાત

 અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલનાં ટૂંકા જીવનકાળમાં ઘણી બાબતો અધૂરી રહી ગઈ છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, કલમ 370, કલમ 35એ, સમાન નાગરિક સંહિતા, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, ત્રણ તલાક નાબૂદી અને દેશની સેના અને સરહદનું રક્ષણ સહિત અન્ય કાર્યો કે જે પટેલના સમયમાં અધૂરા રહી ગયા હતા તે તમામ કાર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 10 વર્ષની અંદર પ્રાપ્ત થયા હતા. તેમણે કહ્યું હતું કે, અત્યારે કલમ 370નું અસ્તિત્વ રહ્યું નથી અને જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ શરૂ થયો છે અને ત્રણ તલાક નાબૂદ કરવામાં આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં કાર્યકાળમાં જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું સ્વપ્ન સાકાર થયું હતું. તેમણે નોંધ્યું હતું કે, અગાઉ આતંકવાદી હુમલાઓ થતાં હતાં અને નિર્દોષ નાગરિકોનાં મોત થતાં હતાં, પણ પ્રધાનમંત્રી બન્યાં પછી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળોનું પુનર્ગઠન કર્યું હતું અને મજબૂત સંરક્ષણ નીતિ સ્થાપિત કરી હતી. તેમણે ઉરી અને પુલવામા હુમલા પછી જવાબ આપ્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનની અંદર આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના તમામ અધૂરા ઠરાવો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પૂર્ણ થયા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે એક સમયે એક પરિવારના વર્ચસ્વ અને પક્ષના પ્રતિસ્પર્ધી અભિગમને કારણે આવા મહાન વ્યક્તિત્વની અવગણના કરવામાં આવી હતી, જે આંતરિક મતભેદોથી પ્રેરિત હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, સત્યને દબાવી શકાતું નથી અને આખરે તે યોગ્ય સમયે સૂર્યની જેમ ચમકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર પટેલને હવે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તેમને સમર્પિત છે.

 અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની 150મી જન્મજયંતી બે વર્ષ માટે ઉજવવાનો નિર્ણય લીધો છે, જે મહાન ભારતનું નિર્માણ કરવાનો પાયો નાખશે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, આજે સરદાર પટેલની 11 ફૂટ ઊંચી અને 1100 કિલોગ્રામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે યુવા પેઢીને સરદાર પટેલના સિદ્ધાંતોની યાદ અપાવશે અને પ્રેરણા આપશે.

આ સમાચાર પણ વાંચો  : Aaliyah kashyap: હલ્દી સેરેમની માં શેન ગ્રેગોઇર સાથે રોમેન્ટિક થઇ અનુરાગ કશ્યપ ની દીકરી, આલિયા કશ્યપ ની તસવીરો એ વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Exit mobile version