Mission Olympic Cell : કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 152મી મિશન ઓલિમ્પિક સેલ (એમઓસી)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં પ્રસિદ્ધ રમતવીરો, વહીવટકર્તાઓ અને કોચની હાજરીમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકનો મુખ્ય એજન્ડા નવગઠિત એમઓસી માટે સભ્યોની રજૂઆત અને લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકમાં ભારતના ચંદ્રકોની સંખ્યા વધારવા માટેનો હતો.
કેન્દ્રીય મંત્રીએ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (એનએસએફ), રાજ્ય સરકારો, કોર્પોરેટ્સ, જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) અને બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ના સંયુક્ત પ્રયાસો સાથે ભારતીય સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને સુધારવા માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Surat Vidhan Sabha: સુરતના ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો
“આ મારા માટે એક મહત્વપૂર્ણ મંચ છે, તમારા બધા દ્વારા શેર કરવામાં આવેલા વિચારો અનુસાર ઘણી કામગીરીઓ શરૂ થઈ ચૂકી છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવા એ એક વર્ષ કે 6 મહિનાનું કામ નથી. તેના માટે અગાઉથી સારી તૈયારીની જરૂર પડે છે. ભારતનું રમતગમતનું માળખું અને ભંડોળ વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરી રહેલા દેશોની સમકક્ષ છે. તમે જાણો છો તેમ, આપણા વડા પ્રધાને ભારતને રમતગમતની મહાસત્તા બનાવવાના વિચારમાં સંપૂર્ણ રોકાણ કર્યું છે. તેથી આપણે એક બીજાનો હાથ પકડવો પડશે અને તમામ હિસ્સેદારોએ દેશને આગળ વધારવા માટે ફાળો આપવો પડશે, “ડો.માંડવિયાએ બે કલાકની બેઠક દરમિયાન જણાવ્યું હતું.
ઓલિમ્પિક મેડલ વિજેતા ગગન નારંગ, પુલેલા ગોપીચંદ (વાઇસ પ્રેસિડેન્ટ, બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા), વિરેન રાસક્વિન્હા (ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ), અપર્ણા પોપટ, દ્રોણાચાર્ય એવોર્ડથી પેરા કોચ ડો.સત્યપાલ સિંહ, અર્જુન એવોર્ડ વિજેતા પ્રશાંતિ સિંહ, સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ ગાયત્રી મડકેકર, કમલેશ મહેતા (સેક્રેટરી જનરલ, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા), સાયરસ પોંચા (સેક્રેટરી જનરલ, સ્ક્વોશ રેકેટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા), દીપ્તિ બોપૈયા (ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન), સિદ્ધાર્થ શંકર (રિલાયન્સ ફાઉન્ડેશન) મનીષા મલ્હોત્રા (જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સ), ગૌતમ વાદેહરા (જોઇન્ટ સેક્રેટરી, પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ) અને પ્રેમ લોખબ (રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ)એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (એમવાયએએસ) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ)ના અધિકારીઓ સાથે આ બેઠકમાં ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શું મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી રાજકીય ઉથલપાથલ? શરદ પવાર જૂથના સાંસદ અજિત પવાર NCPમાં જોડાય તેવા અહેવાલો; ચર્ચાનું બજાર ગરમ
સચિવ (રમતગમત) શ્રીમતી સુજાતા ચતુર્વેદીએ નવગઠિત એમઓસી સભ્યોનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમની સંક્ષિપ્ત રજૂઆત કરી હતી અને બેઠકનો ઉદ્દેશ નવનિયુક્ત ટોપ્સ સીઇઓ, નચતાર સિંહ જોહલ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ બેઠક દરમિયાન જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે આ મુજબ હતીઃ
1. બ્રિસ્બેન 2032 માટે વિકાસ જૂથના મજબૂત પ્રતિભા ઓળખ માપદંડની રચના
2. ટોપ્સમાં સામેલ એથ્લેટ્સ માટે ટૂંકા/મધ્યમ/લાંબા ગાળાના લક્ષ્યાંકો વિકસાવવા
3. ટૂંકા/મધ્યમ/લાંબા ગાળાના લક્ષ્યાંકોની સરખામણીએ સજ્જતા અને વાસ્તવિક કામગીરીનું નિરીક્ષણ
4. વ્યક્તિઓ અને ટીમોની કસ્ટમાઇઝ્ડ તાલીમ માટે અંદાજપત્રીય જરૂરિયાતોને મંજૂરી
5. એથ્લેટ્સની તાલીમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉચ્ચ પ્રદર્શન નિષ્ણાતોની સેવાઓની ઓળખ કરવી અને તેનો લાભ લેવો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
