કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક ની કાર સોમવારે કર્ણાટક માં માર્ગ અકસ્માતનો શિકાર બની ગઈ.
તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે તેમની પત્ની અને પર્સનલ સેક્રેટરીનું મોત થયું છે.
શ્રીપદ નાઇકે જે શોર્ટકટથી જવાનો નિર્ણય લીધો હતો, તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તો ખરાબ હોવાના કારણે ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દરમિયાન કાર પલટી મારી ગઈ.
