News Continuous Bureau | Mumbai
Ashwini Vaishnaw Nashik: કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમની નાસિકની મુલાકાત દરમિયાન મુખ્ય લોકો નિરીક્ષકો ( Loco Inspectors ) સાથે સુરક્ષિત ટ્રેન સંચાલન, ટેક્નોલોજીનું અપગ્રેડેશન, લોકો પાઈલટ્સ ના વિશ્રામ,નિયમિત તાલીમ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને લોકો નિરીક્ષકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. નાસિક ખાતે ઇન્ડિયન રેલ્વે ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ (આઈઆરઈઈએન ) માં તાલીમ લઇ રહેલા ચીફ લોકો ઇન્સ્પેક્ટર ની સાથે રેલવે મંત્રીએ ભારતીય રેલ્વે પર લોકોમોટિવ સંચાલનના આધુનિકીકરણ અને સલામતીનાં પગલાં વધારવા સંબંધિત વિવિધ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
રેલવે મંત્રી વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) સામાન્ય રીતે તેમના તાલીમ અનુભવો અને ખાસ કરીને ‘કવચ’ ના ઉપયોગ વિશે સીએલઆઈ સાથે વાતચીત કરી. સીએલઆઈ એ આ વિષે તેમની આંતરદૃષ્ટિ શેર કરી કે કેવી રીતે કવચ સિસ્ટમ ઝડપ જાળવી રાખવા અને ટ્રેનસંચાલન દરમિયાન સલામતી અને સમયની પાબંદી બંનેમાં સુધારો કરવામાં તેમનો આત્મવિશ્વાસ વધારે છે.
ચર્ચાઓમાં આધુનિક બ્રેકિંગ સિસ્ટમ્સ, લોકોમોટિવ્સમાં ( locomotive ) નવી ટેકનોલોજી અને અસરકારક ક્રૂ મેનેજમેન્ટ પ્રેક્ટિસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભોપાલ ડિવિઝનના સીએલઆઈ એસ કે રાઠીએ તેમનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, “જેમ ઇન્ટરલોકિંગ સ્ટેશન માસ્ટર માટે, પીએસસી સ્લીપર ટ્રેક ટ્રેકમેનને મદદ કરે છે, તેવી જ રીતે કવચ ટેક્નોલોજી લોકો પાઇલોટ્સને ( Loco Pilots ) સુરક્ષિત ટ્રેન કામગીરીમાં મદદ કરે છે.” એ જ રીતે, એક સીએલઆઈ એ કહ્યું કે કવચ ટેક્નોલોજી માત્ર સુરક્ષિત ટ્રેન કામગીરી તરફ દોરી જતી નથી પણ તેને અને તેના પરિવારને તણાવમુક્ત પણ રાખે છે. કવચ એસપીએડી (સિગ્નલ પાસિંગ એટ ડેન્જર) ની ઘટનાઓને રોકવામાં મદદ કરે છે અને લેવલ ક્રોસિંગ ગેટ પર સલામતી સુનિશ્ચિત કરે છે, એવો એક અનુભવ સીએલઆઈએ જણાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Emergency Call Box: અમદાવાદ પોલીસની મોટી પહેલ, મુશ્કેલીમાં લોકોની મદદ માટે આ પ્રોજેક્ટ હેઠળ લગાવાયા 205 ઈમરજન્સી કોલ બોક્સ.
રેલવે મંત્રીએ ( Ashwini Vaishnaw Nashik ) ક્રૂ માટે કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાના રેલવેના પ્રયાસોની પ્રશંસા કરી હતી જેમાં 100% એરકન્ડિશન્ડ રનિંગ રૂમ અને રનિંગ સ્ટાફ માટે બહેતર સુવિધાઓ સામેલ છે.તેમણે ડ્યુટી રોસ્ટરને વિભાજિત કરીને ફરજના કલાકો ઘટાડવાના અને લોકો કેબને એર કંડિશનિંગ, ટોઇલેટ અને એર્ગોનોમિક સીટોથી સજ્જ કરીને તેમની સલામતી વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
રેલવે મંત્રીએ સીએલઆઈ ને વિનંતી કરી કે તેઓ શરુ કરવામાં આવી રહેલી આધુનિક તકનીકોનો સંપૂર્ણ લાભ ઉઠાવે અને ભારતીય રેલવેના ઉચ્ચ ધોરણો જાળવવામાં સતત શીખવા, સમર્પણ અને પ્રતિબદ્ધતાના મહત્વ પર ભાર મૂક્યો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
