Site icon News Continuous Bureau | Mumbai

Unnao Kanpur Bridge Collapse : કાનપુરમાં 150 વર્ષ જૂનો ગંગા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો, આઝાદીની લડાઇનો હતો સાક્ષી.. જુઓ વિડીયો…

Unnao Kanpur Bridge Collapse : ઉન્નાવથી કાનપુરને જોડતી ગંગા નદી પર બનેલો 150 વર્ષ જૂનો ગંગા પુલ તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો. આ પુલ 1874માં બનાવવામાં આવ્યો હતો. કાનપુર-ઉન્નાવને જોડતો આ પુલ એક સમયે લોકોની લાઈફલાઈન હતો અને 2021માં આ પુલ જર્જરિત થઈ જવાને કારણે તેના પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

Unnao Kanpur Bridge Collapse A portion of the British-era bridge over the Ganga river collapsed, in Unnao

Unnao Kanpur Bridge Collapse A portion of the British-era bridge over the Ganga river collapsed, in Unnao

 News Continuous Bureau | Mumbai

Unnao Kanpur Bridge Collapse : ઉત્તર પ્રદેશના કાનપુરમાં 150 વર્ષ જૂના ઐતિહાસિક ગંગા પુલનો એક ભાગ તૂટી પડ્યો છે. કહેવાય છે કે આ પુલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સાક્ષી રહ્યો છે. અંગ્રેજોએ પણ આ પુલ પરથી ક્રાંતિકારીઓ પર ગોળીબાર કર્યો હતો. એટલે આ બ્રિજ સ્થાનિક લોકો માટે ખૂબ જ ખાસ હતો. આથી આ પુલ ધરાશાયી થતાં લોકો પણ ભાવુક થઇ ગયા છે અને આ ઐતિહાસિક વારસા માટે અનેક લોકો શોક વ્યક્ત કરી રહ્યાં છે. જે કાનપુરને લખનૌથી જોડતો હતો. જો કે 4 વર્ષ પહેલા કાનપુર પ્રશાસન દ્વારા આ પુલને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

Unnao Kanpur Bridge Collapse : જુઓ વિડીયો 

 

Unnao Kanpur Bridge Collapse : પુલના  થાંભલાઓમાં મોટી તિરાડો પડી 

મહત્વનું છે કે ગત વર્ષે લગભગ 147 વર્ષ પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનેલા જૂના ગંગા પુલના ઘણા થાંભલાઓમાં મોટી તિરાડો પડી ગઈ હતી. પીડબલ્યુડીના અધિકારીઓએ, પુલના થાંભલાઓમાં પડેલી તિરાડોની તપાસ કર્યા પછી, તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટને અહેવાલ આપ્યો હતો કે પુલ હવે વાહનોની અવરજવર માટે યોગ્ય નથી. તે અત્યંત જર્જરિત થઇ ગયો છે. જેના પર કાનપુરના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક તિવારીએ તેને બંધ કરી દીધો હતો. આ પુલ 5 એપ્રિલ 2021ના રોજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Maharashtra CM News: રાજભવન ખાતે આજે એકનાથ શિંદેએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું, શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ..

Unnao Kanpur Bridge Collapse :1874માં બનાવવામાં આવ્યો હતો પુલ 

જણાવી દઈએ કે આ પુલ બ્રિટિશ કાળ દરમિયાન 1874માં અવધ અને રોહિલખંડ લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ 800 મીટર લાંબો પુલ રેસિડેન્ટ એન્જિનિયર એસબી ન્યૂટન અને મદદનીશ ઈજનેર ઈ. વેજગાર્ડની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો. પુલની ઉંમર 100 વર્ષ કહેવાતી હતી, પરંતુ તે 150 વર્ષનો હતો. આ પછી બ્રિજનું માળખું બગડવા લાગ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version