Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે સફેદ કાંદાના પાકને થયું નુકસાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મહારાષ્ટ્રમાં છેલ્લા અનેક દિવસથી વિચિત્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ, માવઠું, ધુમ્મસ, કાતીલ ઠંડી જેવા વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે અલિબાગના પ્રસિદ્ધ સફેદ કાંદાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અલીબાગના સફેદ કાંદા પૂરી દુનિયામાં વખણાય છે. પરંતુ કાંદાને પાકને આવા વિચિત્ર વાતાવરણને કારણે ભારે નુકસાન થયું છે. કાંદાના મૂળિયા  ભીની જમીનને કારણે ફૂગ આવીને સડવા માંડયા છે. હવામાનમાં થયેલા ફેરફાર ને કારણે સફેદ કાંદાના ઉત્પાદનને મોટો ફટકો પડયો છે. છેલ્લા બે વર્ષથી સતત બદલાયેલા વાતાવરણને કારણે કાંદાનું ઉત્પાદન કરનારા ખેડૂતોની સમસ્યા વધી ગઈ છે.

હેં!! આ શહેરનો નગરસેવક જ નીકળ્યો ચંદન તસ્કર, હવે પોલીસે નોંધ્યો ગુનો; જાણો વિગત

સફેદ કાંદા ખાવામાં ગુણકારી અને અનેક ઔષધી ગુણ ધરાવે છે. તેથી બજારમાં તેની ભારે ડીમાન્ડ હોય છે. અલીબાગના નહેલુ, વાડગાંવ, સાગાવ, તળવલી, કાર્લે, ખંડાળે વિસ્તારમાં મોટા પ્રમાણમાં સફેદ કાંદાની ખેતી થાય છે. લગભગ અઢી હજાર હેકટર પર સફેદ કાંદાનું વાવેતર થાય છે.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version