Site icon News Continuous Bureau | Mumbai

Unseasonal Rains : ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી, રાજ્યના આ વિસ્તારોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, હવામાન વિભાગનો વર્તારો..

Unseasonal Rains : વાદળછાયા વાતાવરણ અને માવઠાની સંભાવનાને કારણે પાકના રક્ષણ માટે ખેડૂતોને તકેદારીના ભાગરૂપે ઉચિત પગલાં લેવા અનુરોધ

Unseasonal Rains and Warm Weather Threaten Gujarats Mango Season

Unseasonal Rains and Warm Weather Threaten Gujarats Mango Season

 News Continuous Bureau | Mumbai 

Unseasonal Rains : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૩,૧૪ અને ૧૫ એપ્રિલના રોજ સુરત ( Surat ) જિલ્લામાં વાદળછાયા  વાતાવરણની સાથે હળવા/સામાન્ય વરસાદની આગાહી હોય આ સમયે વાદળછાયા વાતાવરણને કારણે પાકના રક્ષણ માટે ખેડૂતો ( Farmers ) ને તકેદારીના ભાગરૂપે ઉચિત પગલાં લેવા જણાવાયું છે. કમોસમી વરસાદ ( Unseasonal Rain ) થી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદ ( rain ) નું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. સાથે જ આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.  

Join Our WhatsApp Channel

એપીએમસી વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા

એપીએમસી વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી /તાલુકા અમલીકરણ  અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત,સુરતની યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર પણ વાંચો :  Loksabha election 2024: મતદાન જાગૃતિ માટે સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ, રોજની અધધ આટલા લાખ થેલીઓ થકી પહોંચાડે છે મતદાન જાગૃતિ નો સંદેશ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Unseasonal Rains and Warm Weather Threaten Gujarats Mango Season
Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version