Site icon

યુપીના આ જિલ્લામાં સબ ઈન્સ્પેક્ટરના વિદાય સમારોહમાં પોલીસકર્મીઓએ કર્યો જબરદસ્ત ડાન્સ- જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) પોલીસના અલગ-અલગ કારનામાના વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા રહે છે અને અનેક પ્રકારના સમાચાર પણ સામે આવતા હોય છે. તેમાંથી વિડીયો કેટલાક પોલીસનો ખુલાસો કરતા જોવા મળે છે તો કેટલાક પોલીસનો માનવતાનો ચહેરો પણ બતાવે છે. દરમિયાન હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સબ ઈન્સ્પેક્ટરના(Sub Inspector) વિદાય સમારંભમાં(farewell ceremony) ઘણા પોલીસકર્મીઓ ફિલ્મી ગીતોની(film songs) ધૂન પર નાચતા જોવા મળે છે. અહીં પોલીસ સ્ટેશનમાં હાજર લગભગ તમામ પોલીસકર્મીઓ જોરદાર ડાન્સ કરી રહ્યા છે  

Join Our WhatsApp Community

વાસ્તવમાં આ સમગ્ર મામલો અમરોહા જિલ્લાના(Amroha District) આદમપુર પોલીસ સ્ટેશનમાં(Adampur Police Station) સબ ઈન્સ્પેક્ટર ઓમકાર સિંહના(Sub Inspector Omkar Singh) વિદાય સમારંભનો છે. જ્યાં એક પોલીસ અધિકારીની નિવૃત્તિ નિમિત્તે પોલીસ સ્ટેશનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલથી લઈને ઈન્સ્પેક્ટર સુધી બધાએ જોરદાર ડાન્સ કર્યો. 

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને ફરી એક ઝટકો- કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો- ન્યાયિક કસ્ટડી પણ આટલા દિવસ સુધી લંબાવી

જોકે પાર્ટી દરમિયાન પોલીસ સ્ટેશનની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને ઈન્સ્પેક્ટરને ફરિયાદ લઈને મળવા આવેલા ફરિયાદીઓને કલાકો સુધી પોલીસ સ્ટેશનની બહાર રાહ જોવી પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓ ડીજે પર એવી રીતે ડાન્સ કરી રહ્યા હતા કે ડાન્સ દરમિયાન તમામ પોલીસકર્મીઓ વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ ગયો કે કોણ કોન્સ્ટેબલ અને કોણ ઇન્પેક્ટર.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version