Site icon

Uttar Pradesh: અડધી રાત્રે પરિણીતાને મળવા પહોંચ્યો પ્રેમી, પતિએ જોઈ લીધી આવી હરકત, પછી સવારે જે થયું તે સાંભળીને વિશ્વાસ તમને વિશ્વાસ નહીં થાય..

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પ્રેમી અડધી રાત્રે પરિણીતાના ઘરે પહોંચ્યો, પતિએ જોઈ લીધું. સવારે પતિએ જ પત્નીનો ફોન લઈને પ્રેમીને બોલાવ્યો અને પંચાયત બાદ તેમના લગ્ન કરાવી દીધા.

અડધી રાત્રે પરિણીતાને મળવા પહોંચ્યો પ્રેમી

અડધી રાત્રે પરિણીતાને મળવા પહોંચ્યો પ્રેમી

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાહજહાંપુર (Shahjahanpur) જિલ્લાના નિગોહી (Nigohi) ના એક ગામમાં એક યુવક અડધી રાત્રે તેની પરિણીત પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો. જોકે, તે કોઈ રીતે બચીને ભાગી ગયો. આ ઘટના બાદ મહિલાના પતિએ જ પોતાની પત્ની પાસે તે યુવકને ફોન કરીને બોલાવ્યો અને પંચાયત ભરાવીને બંનેના લગ્ન કરાવી દીધા. પ્રેમીએ મહિલાની માંગમાં સિંદૂર ભર્યા બાદ તેને પોતાની સાથે લઈ ગયો. આ ઘટનાની લોકોમાં ભારે ચર્ચા છે.

Join Our WhatsApp Community

દસ વર્ષનો સંબંધ અને બે બાળકો

મજૂરી કામ કરતા એક વ્યક્તિના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા થયા હતા. આ દંપતીને સાત વર્ષની એક પુત્રી અને ચાર વર્ષનો એક પુત્ર પણ છે. મહિલાની ઉંમર લગભગ 30 થી 32 વર્ષ હશે. આ પરિણીતા પીલીભીત જિલ્લાના બિસલપુર ગામના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંનેની વચ્ચે છૂપી રીતે મુલાકાત પણ થતી હતી. બુધવારે રાત્રે તે યુવક તેની પ્રેમીકાને મળવા માટે તેના ઘરે ચૂપચાપ આવ્યો હતો, પરંતુ ઘરના લોકો જાગી જતા તે ભાગી ગયો. મહિલાના પતિએ તેને ભાગતા જોઇ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’માં કયા ઇઝરાયલી હથિયારોનો ઉપયોગ થયો હતો?જાણો આ અંગે નેતન્યાહૂએ શું કહ્યું

પતિએ જ પ્રેમીને બોલાવી કરાવ્યા લગ્ન

સવારે પતિએ પોતાની પત્ની પાસે ફોન કરાવીને યુવકને બોલાવ્યો. યુવકને ખૂબ જ સન્માન સાથે ઘરમાં બેસાડ્યો અને પત્નીના પિયરપક્ષ ના લોકોને જાણ કરીને બોલાવ્યા. લગભગ ત્રણ-ચાર કલાક સુધી પંચાયત ચાલ્યા બાદ પતિએ પોતાની પત્નીને યુવક સાથે મોકલવાનો નિર્ણય લીધો. પ્રેમીએ ભરેલી પંચાયત માં જ મહિલાની માંગમાં સિંદૂર ભરી દીધું. મહિલાના પિયર અને સાસરિયા પક્ષ ની રજા મંદીથી લગ્ન થયા અને તેની લેખિત જાણ નિગોહી પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી છે. આ અનોખા નિર્ણયની ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version