Site icon News Continuous Bureau | Mumbai

UP: હલાલા અને ટ્રિપલ તલાકથી પરેશાન યુવતીએ ઈસ્લામ છોડી, અપનાવ્યો સનાતન ધર્મ, પછી કર્યું આ કામ.. જાણો શું છે આ આખો કિસ્સો…

UP: બરેલી ટ્રિપલ તલાક પીડિતા નસીમા ખાતૂન હવે મીનાક્ષી શર્મા બની ગઈ છે. નસીમાને તેના પતિએ 6 મહિના પહેલા ટ્રિપલ તલાક આપ્યા હતા. સાસરીયાઓ હલાલા માટે દબાણ કરતા હતા. જ્યારે નસીમાએ ટ્રિપલ તલાક અને હલાલાનો વિરોધ કર્યો તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. છ મહિના પહેલા તેણે બરેલીના એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. જે બાદ તેણે આ નિર્ણય લીધો હતો.

UP Muslim woman adopts Sanatan Dharma to escape triple talaq, nikah halala in Bareilly

UP Muslim woman adopts Sanatan Dharma to escape triple talaq, nikah halala in Bareilly

News Continuous Bureau | Mumbai

 UP: ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાક ( Tripal Talaq ) પીડિતાએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે અને બરેલી ( Bareilly ) ના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હવે તે નસીમા ખાતૂનમાંથી મીનાક્ષી શર્મા ( Meenakshi Sharma )  બની ગઈ છે. હું પૂર્ણિયા, બિહારની રહેવાસી છું. થોડા મહિના પહેલા મારી બરેલીના એક યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે તેઓએ સનાતન ધર્મ અપનાવ્યો અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

Join Our WhatsApp Channel

મીનાક્ષીએ વધુમાં કહ્યું હતું કે, તેના પરિવારે તેની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે તેના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી તેને સાસરિયાંમાં એક દિવસ પણ સુખ ન મળ્યું અને જ્યારે તેણે અત્યાચારનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર નસીમા ખાતૂનને બરેલીના મનોજ શર્માના સંપર્કમાં આવી હતી.

 સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી..

સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી અને બંનેએ એકબીજાની લાગણીઓને સમજીને જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું. તેના શૈક્ષણિક રેકોર્ડ્સ રજૂ કરતી વખતે, નસીમાએ કહ્યું કે શરૂઆતથી જ તે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. હાલમાં તે 22 વર્ષની છે અને પોતાના સારા-ખરાબ વિશે વિચારવા સક્ષમ છે. તેઓ કોઈપણ દબાણ કે લાલચ વગર હિંદુ ધર્મ અંગીકાર કરીને ઘર વાપસી કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Train travel time: રેલવેનો મોટો નિર્ણય, હવે મુંબઈથી આ રુટ પર વંદે ભારત અને શતાબ્દી ક્લાસ ટ્રેન 160 kmphની ગતિએ દોડશે, પ્રવાસીઓ 30 મિનિટ વહેલા પહોંચશે…

ધર્મ પરિવર્તન બાદ નસીમાએ બરેલીના અગસ્ત્ય મુનિ આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા. નસીમામાંથી મીનાક્ષા શર્મા બનેલી યુવતીએ એસએસપી બરેલીને પત્ર મોકલીને જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેના હિંદુ ધર્મમાં પાછા ફરવા અને આ લગ્નથી ખુશ નથી અને તેઓ તેના અને તેના સાસરિયાઓના જીવના દુશ્મન બની ગયા છે. ઓનર કિલિંગનો ડર વ્યક્ત કરીને તેણે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.

નોંધનીય છે કે, થોડા મહિનાઓમાં જ બરેલીમાં ડઝનેક મુસ્લિમ છોકરીઓએ ટ્રિપલ તલાક અને હલાલા જેવા દુષણોને કારણે ઈસ્લામ સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને સનાતન ધર્મ અપનાવ્યો છે અને આ સિલસિલો ચાલુ જ જોવા મળી રહ્યો છે.

Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Tata Sons ટાટા સન્સનું થશે વિભાજન? RBI ના લિસ્ટિંગ નિયમથી બચવા નોએલ ટાટાએ મૂક્યો મોટો પ્રસ્તાવ
Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
MumbaiAhmedabad Highway Accident પાલઘર નજીક દૂધનું ટેન્કર પલટી ગયું; ઢોળાયેલું દૂધ ભરવા સ્થાનિકોની પડાપડી; જુઓ વિડીયો
Exit mobile version