Site icon News Continuous Bureau | Mumbai

કુદરતનો કહેર આસામમાં પૂર અને જમીન ઢસડી- વિડીયોમાં જુઓ આફતની ભયાનકતા

News Continuous Bureau | Mumbai 

આસામમાં સતત થઈ રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનથી સામાન્ય જન-જીવન ખોરવાઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

મીડિયા અહેવાલો અનુસાર સતત પડી રહેલા વરસાદના કારણે આસામના ગોપાલપુરા જિલ્લામાં ભૂસ્ખલન થયું છે. જેમાં બે સગીર બાળકો જીવતા કાટમાળમાં સમાય ગયા હતા. ત્યારબાદ રાહત અને બચાવ દળે બંને બાળકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે – અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણી ગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. દરમિયાન પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ સાંસદે ન્યાય પ્રક્રિયાને ઝડપી- પારદર્શક અને સરળ બનાવવાની કરી માંગણી-કાયદા અને ન્યાય મંત્રીને લખ્યો પત્ર-જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 3 દિવસોમાં 6 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ગયા મહિને આસામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસાના આગમન બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.

Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Maharashtra Language Rule Challenge મરાઠી નહીં બોલો તો છીનવાઈ જશે રોજીરોટી? સરકારના આકરા નિયમ સામે હાઈકોર્ટમાં ધા!
Ek Rakhi Desh Ke Jawano Ke Naam ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ ગુજરાતની આંગણવાડી બહેનોએ સરહદના વીર જવાનો માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી
Exit mobile version