Site icon

ભાજપ માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું મહત્વ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે આ દિગ્ગજ નેતા ૧૦ દિવસમાં ૭મી વાર યુપીના પ્રવાસે

Amit Shah on 2-day visit to Kolhapur from Feb 19

PM મોદી બાદ હવે મહારાષ્ટ્ર આવશે અમિત શાહ, 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આ 3 જિલ્લામાં કરશે મંથન..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગૃહમંત્રી અમિત શાહ સંસદનું સત્ર પૂરું થતાંની સાથે જ યુપીની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે.  યુપી ચૂંટણીના મહત્વને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ પણ આગામી દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન અહીં રાખવાના છે. શાહ આગામી ૧૦ દિવસમાં ૭ વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેમનો યુપી પ્રવાસ ૨૪મીએ પ્રયાગરાજથી શરૂ થશે અને ૪ જાન્યુઆરી સુધી ચાલશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેઓ અયોધ્યા જશે અને રામ લલ્લા ના દર્શન કરશે, તેમજ શહેરમાં ચૂંટણી રેલીઓ અને રોડ શોમાં ભાગ લેશે. આ પ્રવાસમાં અમિત શાહ ૨૧ સભાઓ અને ત્રણ રોડ શો કરશે. અમિત શાહનો રોડ શો બરેલી, અયોધ્યા અને ગોરખપુરમાં યોજાશે. તેઓ ઉત્તર પ્રદેશના તેમના પ્રવાસમાં ૧૪૦ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે.

 

શેડ્યૂલ મુજબ અમિત શાહની એક બેઠકમાં સાત વિધાનસભા ક્ષેત્રોને સામેલ કરવામાં આવશે. તેમાં ત્રણ ર્ંમ્ઝ્ર વિધાનસભા મતવિસ્તાર, બે શહેરી વિસ્તારો, એક અનુસૂચિત જાતિ, આદિવાસી વિધાનસભા મતવિસ્તાર અને એક મુસ્લિમ બહુમતી ધરાવતો વિધાનસભા મતવિસ્તાર હશે. અમિત શાહના આ તોફાની પ્રવાસમાં છેલ્લા ૩ દિવસમાં ત્રણ રોડ શો યોજાશે, જે અયોધ્યા, ગોરખપુર અને બરેલીમાં થવાના છે. જનવિશ્વાસ યાત્રામાં જાેડાઈને અમિત શાહ આ રોડ શો કરશે.

Budget 2022-23: નાણામંત્રી નિર્મલા સીતારમણની તૈયારી શરૂ, આ લોકો સાથે બજેટ અંગે ચર્ચા કરશે

ભાજપની જનવિશ્વાસ યાત્રા મંગળવારે યુપીના હાથરસ પહોંચી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડૉ દિનેશ શર્માએ આ યાત્રાની જાહેર સભાને સંબોધી હતી. તેમણે સીએમ યોગી આદિત્યનાથને રાજ્ય માટે ઉપયોગી ગણાવ્યા. જાહેર સભામાં તેમના ભાષણ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ કહ્યું, “યોગીજી અરાજકતા ફેલાવવા માંગતા તત્વોને શોધી રહ્યા છે કે જેઓ સાંપ્રદાયિકતા ફેલાવવા માંગે છે, રમખાણો કરાવવા માંગે છે, જાતિ દ્વેષ ફેલાવવા માંગે છે અને વિકાસના વિરોધી છે. 

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે અમિત શાહે લોકસભા ચૂંટણીમાં મોટો ફેરફાર કર્યો હતો. તે સમયે પાર્ટીએ ૭૩ લોકસભા સીટો જીતી હતી. આ પછી ૨૦૧૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ પદ પર રહીને પણ તેમણે ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખી હતી. પરિણામોએ ઉત્તર પ્રદેશમાં ૩૫ વર્ષના ચૂંટણી ઈતિહાસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાર્ટીએ ૨૦૧૭ની વિધાનસભામાં ૩૨૫ બેઠકો જીતી હતી, ૨૦૧૯માં અમિત શાહે ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું.  

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version